સલાબતપુરા ઉમરવાડા હેલ્થ સેન્ટર પાસે રહેતી ઍક પરિણીતાને ધાકધમકી આપી યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
ઉમરવાડા હેલ્થ સેન્ટરની પાસે ગાંધીનગર ઝુંપડપટ્ટીમાં રહેતો ઇકબાલખાન શોખતખાન નામનો યુવક આ વિસ્તારમાં રહેતી ઍક પરિણીતાના ઍક તરફી પ્રેમમાં પડયો હતો. અવારનવાર પરિણીતા શાકભાજી ખરીદવા જાય ત્યારે તેનો પીછો કરી હેરાન પરેશાન કર્યા કરતો હતો. ઍક દિવસ ઇકબલા ખાને પરિણીતાનો હાથ પકડી કહ્નાં હતું કે તુમ મુઝે બહુત અચ્છી લગતી હો તેમ કહી તેની સાથે છેડતી કરી હતી. ત્યારબાદ પરિણીતાના પીછો કરીને ઍક દિવસ ચાકુની અણીઍ જાનથી મારી નાંખવાની ધમકી આપી તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી પોતાની હવસ સંતોષી હતી અને આ વાત કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઇકબાલખાને અવાર નવાર પરિણીતાને ધાકધમકી આપી પતિ સાથે તલાક લેવા અને પોતાની સાથે લગન્ કરવા માટે દબાણ કર્યા કરતો હતો. ઓક્ટોબર ૨૦૨૧થી અત્યારસુધી વારંવાર પરિણીતા સાથે શરીર સંબંધ બાંધી પોતાની હવસ સંતોષતો હતો. છેવટે ઇકબાલ ખાનની વધતી દાદાગીરીથી કંટાળી પરિણીતાઍ પતિને જાણ કર્યા બાદ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ઇકબાલ ખાન સામે છેડતી, બળાત્કાર સહિતની કલમોં હેઠળ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.