
વરાછા રોડના વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીઍ વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓને લઈને રાજ્ય સરકારને પત્ર લખ્યો છે. તેમણે માગણી કરી છે કે વિદ્યાર્થીઓને સમયસર લોન ચૂકવવામાં આવે જેથી તેઓ વિદેશમાં સરળતાથી અભ્યાસ માટે જઈ શકે.
કુમાર કાનાણી સમયાંતરે જે પણ મુશ્કેલી હોય છે તે અંગે સ્પષ્ટતાથી માંગણી કરતા હોય સુરત મહાનગરપાલિકા હોય કે રાજ્ય સરકાર હોય તેઓ લોકોને પડતી મુશ્કેલી અંગે સતત રજૂઆત કરતા રહે છે.કુમાર કાનાણીફૂ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લખેલા પત્રમાં રજૂઆત કરી હતી કે ગુજરાત સરકારની યોજના અંતર્ગત ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા વિદેશ અભ્યાસ માટે લોન આપવામાં આવે છે. આ યોજનામાં વિદ્યાર્થીઓ લોન માટે અરજી કરે છે પરંતુ તેમને વિઝા મળ્યા બાદ ઍડમિશન પણ મળી જાય અને તેઓને વિદેશ જવાનું થઈ જાય ત્યારે પણ આ લોન મળતી નથી અને વિદેશ ગયા પછી પણ છ-છ મહિના સુધી લોન મળતી નથી. જેના કારણે વિદ્યાર્થીને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તેમનું ભાવી જોખમમાં મુકાય છે.