
ચૌટાબજાર કેડાપીથ રાજહંસ ઉન્નતી કોમ્પ્લેક્સની બાજુમાં આવેલી ઍક દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને તસ્કરોઍ દુકાનમાંથી રૂપિયા ૧૫.૨૦ લાખની ચોરી કરી ભાગી છૂટયા હતા.
ઉધના ઝોન ઓફિસની સામે ઠાકોર પાર્ક સોસાયટીમાં રહેતા પ્રકાશચંદ્ર ભુરાલાલ મેરતવાલ ચૌટાબજાર કેડીપીથ રાજહંસ ઉન્નતી કોમ્પ્લેક્સની બાજુમાં મહાવીર ફેર પ્રાઇસ નામની કાપડની દુકાન ધરાવે છે. તા. ૧૭મી જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે તસ્કરો તેમની દુકાનમાં ત્રાટકયા હતા. દુકાનની લોખંડની જાળી સાથે દોરડું બાંધીને ધાબા ઉપર ચઢયા હતા. ત્યારબાદ દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોઍ સીસી કેમેરાનું ડીબીઆર અને વેપારના રોકડા રૂપિયા ૧૫.૧૬ લાખ મળી કુલ રૂપિયા ૧૫.૨૦ લાખની ચોરી કરી ભાગી છૂટયા હતા. આ બનાવ સંદર્ભે પ્રકાશચંદ્રે અઠવા પોલીસમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.