
ગુજરાતી, પંજાબી અને મરાઠી ફિલ્મના પ્રોડ્યુસર વિરુદ્ધ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં રૂપિયા ૬૫ લાખની ઠગાઈની ફરિયાદ નોîધાઈ છે.
ગુજરાતી, પંજાબી અને મરાઠી ફિલ્મના પ્રોડ્યુસર પ્રદીપ ઉર્ફે મુન્ના શુક્લા દ્વારા પોન્ઝી સ્કીમ બતાવી લોકોને વિવિધ સ્કીમોમાં રોકાણ કરાવી કૌભાંડ આચરવામાં આવ્યો હતો. પ્રદીપ શુક્લાઍ પોતાના છ સાગરીતો સાથે મળીને રોકાણકારોને મહિને ૪ ટકા વળતર આપવાની લાલચ આપી તેમની પાસેથી પૈસા ખેખેર્યા હતા. અડાજણની રેખાબેન બુંદેલા સહિત ૨૫ વ્યક્તિઓ પાસેથી રૂપિયા ૬૫ લાખ પડાવ્યા હતા. વેસુ સ્થિત વીઆઈપી રોડ ઍમ્બ્રોઝિયા બિઝનેસ હબ શુકુલ ગ્રુપ ઓફ કંપનીના નામે ઓફિસ ખોલી હતી. જેમાં લોકોઍ રોકાïણ કરતા તેમના પૈસા ડુબી ગયા હતા. આ બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.