સુરત મહાનગરપાલિકામાં શૈક્ષણિક લાયકાત કરતા વધુ શૈક્ષણિક લાયકાત હોવાની હકીકત છુપાવી બેલદારની નોકરી મેળવનાર નાનપુરા ખારવાવાડના રહીશની લાલગેટ પોલીસે ધરપકડ કરી છે.
સુરત મહાનગરપાલિકામાં વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન સફાઈ કામદાર, તાલીમાર્થી બેલદાર વિગેરેની ભરતીની જાહેરાતના અનુસંધાનમાં નાનપુરા ખારવાવાડ સ્થિત બેજનજી કોટવાલ સ્ટ્રીટમાં રહેતાïે ભદ્રેશકુમાર સુરેશભાઇ મહેતાઍ તાલીમાર્થી બેલદારની પોસ્ટ માટે અરજી કરી પુરાવા રજૂ કર્યા હતા.તેમાં તેણે પાનીબેન.આર.કોન્ટ્રાકટર પ્રાથમિક શાળામાંથી ધો.૭ સુધીનો અભ્યાસ વર્ષ ૨૦૦૨ માં પાસ કર્યો હોવાના દસ્તાવેજ રજૂ કરી તેથી વધુ ભણ્યો નથી તેવું બાહેંધરીપત્રક પણ લખી આપ્યું હતું.તેને ૮ માર્ચ ૨૦૧૯ ના રોજ નોકરી ઉપર લેવામાં આવ્યો હતો.જોકે, માર્ચ ૨૦૨૧ માં તેના વિરુદ્ધ ઍક અરજી થઈ હતી અને જણાવ્યું હતું કે તેણે સુમુલ ડેરી રોડ સ્થિત બરફીવાલા કોલેજમાંથી ઍફ.વાય.બીકોમ પાસ કર્યા બાદ ઍસ.વાય.બીકોમનો અભ્યાસ અધૂરો છોડયો હતો.અરજીની તપાસમાં તેનું જુઠાણું પકડાતા છેવટે અઠવાડીયા અગાઉ મહાનગરપાલિકાના મહેકમ વિભાગના સેક્શન ઓફિસર કિરણકુમાર નટવલાલ ગાંધીઍ તેના વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.લાલગેટ પોલીસે સીઝનલ વેપાર પણ કરતા ભદ્રેશકુમાર સુરેશભાઇ મહેતાની ધરપકડ કરી હતી.