સુરત મહાનગરપાલિકાના વર્ષ વર્ષ ૨૦૨૨-૨૩ના રિવાઇઝ બજેટ તથા વર્ષ ૨૦૨૩-૨૪ના ડ્રાફટ બજેટ માટેની મ્યુનિસિપલ કમિશનરની અધિકારીઓ સાથેની ચર્ચા લગભગ આખરી તબક્કામાં આવી ગઈ છે. સુરત પાલિકા કમિશનર બજેટમાં ઊંડાણ પુર્વક ગયાં હોવા સાથે ઍક નવા જ કન્સેપ્ટ થી બજેટ માટેની ચર્ચા કરતા હોવાથી અધિકારીઓ પણ વિચારતા થઈ ગયાં છે. પાલિકા કમિશનરે પાલિકાના તમામ તમામ ઝોનને વસુલાતી રેવન્યુ આવક જેટલો જ ખર્ચ પ્રોજેક્ટ પાછળ કરવા માટે તાકીદ કરતા અધિકારીઓ પણ ચોંકી ગયા હતા.
સુરત પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ ડ્રાફ્ટ બજેટ રજૂ કરેલ તે પહેલાં પાલિકાના તમામ વિભાગીય વડા અને ઝોનના વડા સાથે બજેટ માટે વન ટુ વન બેઠક કરી રહ્નાં છે. બેઠક સાથે પાલિકાના અધિકારીઓમાં ઍવી ચર્ચા થઈ રહી છે કે, છેલ્લા ઘણાં વર્ષોથી આ રીતે કોઈ પણ કમિશ્ર ઊંડાણ પુર્વક બજેટની ચર્ચા કરતા હોય તેવું જોવા મળ્યું નથી. બજેટની ચર્ચા દરમિયાન પાલિકા કમિશનરે અધિકારીઓને જે ઝોન જેટલી રેવન્યુ આવકની વસૂલાત કરે છે તેટલો જ ખર્ચ કરે તે માટે આયોજન કરવા માટે તાકીદ કરી હતી. મ્યુનિ. કમિ‘રે વન્યુ ખર્ચ અને રેવન્યુ આવક નું સંતુલન જાળવવા માટે તાકીદ કરી છે. આ ઉપરાંત પાલિકાના સ્વભંડોળ પર નિર્ભર રહેવાના બદલે આવકના જે સ્ત્રોત હાલ ઉપલબ્ધ છે તેનો મહત્તમ ઉપયોગ કરીને મહત્તમ વસુલાત થાય તે માટેની કામગીરી કરવા માટે સૂચના આપી છે. તેઓઍ અધિકારીઓ સાથેની બેઠકમાં ઍવો મત રજુ કર્યો હતો કે, બજેટમાં જે આયોજન કરવામા આવે છે તે આવકના આધારે કરવું જોઈઍ જેના કારણે સ્વ ભંડોળ પર વધુ ભારણ નહીં આવે. સુરત મહાનગરપાલિકાની રેવન્યુ આવક અને રેવન્યુ ખર્ચ વચ્ચે અધધ કહી શકાય ઍટલી ૬૦૦ કરોડની ઘટ છે. પાલિકાનો કોઈ પણ વિભાગ હોય કે ઝોન હોય તેઓ દ્વારા મોટા પ્રોજેક્ટ રજૂ કરવામાં આવે છે પરંતુ આ પ્રોજેક્ટના ખર્ચને કઈ રીતે પહોંચી વળવું તે માટેનો રિપોર્ટ પણ રજુ કરવા માટે અધિકારીઓને જણાવ્યું હતું.