ભાઠેના સરસ્વતી સોસાયટીની બાજુમાં લાકડાના ગોડાઉન પાસે પાર્ક કરાયેલા ટેમ્પામાં આગ લાગતા અફરાતફરી મચી હતી. જાકે, ફાયર બ્રિગેડે સમયસર આગ પર કાબુ મેળવતા મોટી દુર્ઘટના ટળી હતી.
ભાઠેના ખાતે આવેલી સરસ્વતી સોસાયટીની બાજુમાં લાકડાનું ગોડાઉન આવેલું છે. સવારના સમયે ગોડાઉન પાસે ઉભેલા ઍક ટેમ્પામાં અચાનક જ આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. ગોડાઉનની આજુબાજુ સુકી ઘાસ હોવાને કારણે આગ વધુ પ્રસરી હતી. જાકે, આગની લપેટમાં લાકડાનું ગોડાઉન આવે તે પહેલા સ્થાનિક રહીશોઍ ફાયર બ્રિગેડને જાણ કરતા લાશ્કરી દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. જાકે, આ આગને કારણે કોઈ જાનહાનિ કે ઇજા થઈ નહતી. ફાયર બ્રિગેડે સમયસર આગ કાબૂમાં લેતા મોટી દુર્ઘટના ટળી હતી.