સુરત પોલીસ દ્વારા ગુનેગારોને સુધારવા માટે ઍક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. ડિંડોલીમાં મિશન સુરક્ષિત સુરત અંતર્ગત હેપ્પીનેસ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. જેમાં ૧૫૦થી વધુ ગુનેગારોને ઍકત્ર કરી પોલીસે તેમને સુધારવા માટે સમજણ આપી હતી. પોલીસ તમને સુધારવા માટે મદદ કરશે.
સુરત શહેર પોલીસ દ્વારા ઍક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા મિશન સુરક્ષિત સુરત અંતર્ગત હેપ્પીનેસ પ્રોગ્રામનું આયોજન કર્યું છે. ડિંડોલી વિસ્તારમાં આર્ટ ઓફ લીવીંગ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર અજય તોમર, ઉચ્ચ પોલીસ અધિકારીઓ, પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ કર્મીઓ સહિતના લોકો આ પ્રોગ્રામમાં હાજર રહ્ના હતા. ખાસ કરીને આ પ્રોગ્રામ ગુનેગારોને સુધારવા માટે રાખવામાં આવ્યો હતો. સુરત શહેરના ઝોન ટુ વિસ્તારમાં આશરે ૧૫૦ જેટલા ગુનેગારોને ઍક જ હોલમાં ભેગા કરવામાં આવ્યા હતા. આ તમામ ગુનેગારોને સુધારવા માટે પોલીસ દ્વારા સમજણ આપવામાં આવી હતી. આ અંગે પોલીસ કમિશનર અજય તોમર દ્વારા જણાવવાનું આવ્યું હતું કે, જા ગુનેગારો સુધારવા માંગે છે તેને પોલીસ મદદ કરશે. તેમજ ખોટી રીતે કોઈને પણ ખોટા ક્રાઇમમાં ફસાવાશે નહીં તે ખાખીની જવાબદારી છે. ગરીબી, બેરોજગારી, નશો, કુસંગતતા આ ગુનાઓનું મુખ્ય કારણ છે. તમને સજા કરાય છે તે કુસંગતતાઓને દૂર કરવા માટે હોય છે. તમારા વિચારો જ આચરણ નક્કી કરતા હોય છે. તમને ઍવું લાગે છે કે તમે ગુનાની તરફ જઈ રહ્ના છો તો ત્યાંથી યુ ટર્ન મારી લો અને તમે ગુના ખોરી છોડવા માંગતા હોય તો પોલીસનો સંપર્ક કરો જેથી પોલીસ તમને મદદ કરશે. આમ ગુનેગારોને સુધારવા માટેની આ અનોખી પહેલ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી છે. હવે જાવાનું રહ્નાં આ સુરત પોલીસની અનોખી પહેલ સુરતીઓ માટે કેટલી ફળદાયી નીવડે છે.