સચિન કનકપુર કનસાડ ગામમાં કાળી માતા મંદિરનું સુરત મહાનગરપાલિકા દ્વારા ડિમોલીશન કરાતા આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ અંગે બજરંગ દળ દ્વારા વિરોધ કરી ડિમોલીશનની કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જાકે, પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાઍ ડિમોલીશનની કામગીરી કરી હતી.
સચિન કનકપુર કનસાડ ગામમાં રહીશો દ્વારા કાળી માતાનું મંદિર બનાવ્યું હતું. પરંતુ પહેલા ગ્રામ પંચાયત હોવાથી આ મંદિર ઉપર કોઈપણ જાતની કાર્યવાહી કરાઈ નહતી. પરંતુ કનકપુર કનસાડ સુરત મહાનગરપાલિકાની હદમાં આવી જતાં આ મંદિર ગેરકાયદેસર હોવાની ફરિયાદ સામે આવી હતી. સુરત મહાનગરપાલિકાઍ તપાસ કર્યા બાદ પોલીસ બંદોબસ્ત સાથે શુક્રવારે પાલિકા દ્વારા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જાકે, સ્થાનિક રહીશો અને બજરંગ દળ દ્વારા આ ડિમોલીશનનો વિરોધ કરવામાં આવ્યો હતો. ઍસઍમસીની કામગીરી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો.પોલીસે બંદોબસ્ત સાથે પાલિકાઍ ડિમોલીશનની કામગીરી પૂર્ણ કરી હતી. સ્થાનિક રહીશોઍ આક્ષેપ કર્યો હતો કે પાલિકા દ્વારા કોઈપણ જાતની નોટિસ આપ્યા બાદ મંદિરનું ડિમોલીશન કર્યું છે. હાલ મંદિરના ડિમોલીશનને લઇ રહીશોમાં આક્રોશ જાવા મળી રહ્ના છે.