સુરતથી પોતાની પત્નીને લેવા મિત્રની મોટરસાયકલ પર પોતાના ઘરે જઈ રહ્ના હતો જે દરમિયાન તાંતીથૈયા ખાતે સહયોગ હોટલની સામે મોટરસાયકલને અકસ્માત નડતા દંપતિ ઇજાગ્રસ્ત થયુ હતુ જે અકસ્માત બાદ પતિ રહસ્યમય રીતે ગુમ થતા પત્નીઍ અજાણ્યા કારચાલક વિરુદ્ધ ફરિયાદ આપી હતી અને પતિની ગુમ થવાની પોલીસને જાણ કરી હતી
લિંબાયતના નીલગીરી સર્કલ ખાતે આવેલ સપના પાન સેન્ટર ની બાજુમાં શ્યામભાઈના મકાનમાં રહેતા સાગરભાઇ આનંદા પાટીલ નાઓઍ ત્રણ વર્ષ અગાઉ અશ્વિનીબેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા બંને છેલ્લા ઍક વર્ષથી સુરત ખાતે રહેતા હતા ગત ૧૪ જાન્યુઆરીના રોજ અગાઉ અશ્વિની દાદીઍ સાગર પર અશ્વિનીને ભગાડી જવાના પોલીસ કેસ બાબતે કોર્ટમાં નંદુરબાર મહારાષ્ટ્ર ખાતે જવાનો હોવાથી તેમજ સાગરના માતા-પિતાને મળવા જવાનું હોવાથી સાગર અશ્વિનીને બગુમરા ખાતે મહાદેવ-૨ માં રહેતી અશ્વિનીની માસી સોનલબેન ના ઘરે અશ્વિનીને મૂકી ગયો હતો ગત ૧૮ જાન્યુઆરીના રોજ સાંજે સાગર ટ્રેન મારફતે સુરત ઉધના ખાતે આવી તેના મિત્ર ચંદ્રાની મોટરસાયકલ પર લઈ પત્નીઅશ્વિનીને લેવા આવ્યો હતો અને જમી ને બુધવારે મોડી રાતે ૧૦ વાગ્યાના અરસામાં બન્ને મોટરસાઇકલ સુરત આવવા નીકળ્યા હતા જે દરમિયાન તાંતીથૈયા ગામની સીમમાં સહયોગ હોટલની સામે સાગરની મોટરસાયકલને અજાણ્યા કાર ચાલકે પાછળથી ટક્કર મારતા બંને દંપતિ રોડ પર ફંગોડાયા હતા જે દરમિયાન અશ્વનીને માથામાં ઇજા થતાં બેભાન થઈ હતી રાહદારીઓઍ તેને ૧૦૮ મારફતે હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડી હતી જ્યાં તેને હોશ આવતા તેના પતિની સાગરની શોધખોળ કરી હતી ઘટના બાદ તેના પતિ સાગર રહસ્યમ ઍ રીતે ગુમ થઈ જતા પત્નીઍ ઘટનાની જાણ કડોદરા પોલીસને કરી હતી કડોદરા પોલીસે અશ્વિનીની ફરિયાદના આધારે ઘટના સ્થળેથી અકસ્માત થયેલ મોટરસાયકલ કબજે કરી હતી