
પુણા કુંભારિયા રોડ શ્યામસંગીની ટેક્સટાઇલ માર્કેટમાં કાપડનું દુકાન ધરાવતા ૫૬.૫૨ લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોધાઈ છે. યુપીના ચાર ભાગીદારોઍ ઍક બીજાના મદદગારીથી વેપારીને ચુનો ચોપડ્યો હતો.
યુપી ફારૂકાબાદ જિલ્લાના વતની અને હાલ વેસૂ શ્રીંગાર રેસીડેન્સીમાં રહેતા રૂપેશકુમાર પ્રેમકુમાર સાધ પૂણા કુંભારીયા રોડ શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં ઍસ.ઍસ. ક્રિઍશન નામની કાપડની દુકાન ધરાવે છે. અઢી વર્ષ પહેલા યુપી નોઇડા સેક્ટર ૬૩માં પ્રિવેઇલીંગ કોર્પોરેશન નામની ભાગીદારી પેઢી ધરાવતા અને ગાજીયાબાદના છીપીયાના બુઝુર્ગમાં રહેતા સુનીલકુમાર સુસારામલ ઉર્ફે સુખારામ પાલ, અરૂણ જયપ્રકાશ શર્મા, પૂજા વિજય ધીમાન અને વિજય ધીમાન ઉર્ફે પંડીત બાસુઍ રૂપેશકુમારનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ આ તમામો ગાઝીયાબાદના પોતાની ભાગીદારી પેઢીની શાખ મોટી છે. અને અમારી સાથે ધંધો કરશો તો ૪૫ દિવસમાં પેમેન્ટ આપી દેવાની બાયધરી આપી હતી. જા પેમેન્ટ આપવામાં વિલંબ થાય તો માસિક ૨ ટકા વ્યાજ સાથે પેમેન્ટ ચુકવવાનો વાયદો કરતા તેમના ઝાસામાં આવી ગયા હતા. અને ત્યારબાદ આ ચારેય જણાઍ ૧૫-૯-૨૦થી ૧૮-૪-૨૨ દરમિયાન રૂપિયા ૧.૩૦ કરોડથી વધુનો ઉધાર કાપડનો માલ ખરીદ્યો હતો. રૂપેશ કુમારે ટ્રાન્સફર મારફતે તમામ મોકલી આપ્યો હતો. તેના બદલામાં આ ચારેય જણાઍ અર્ધુ પેમેન્ટ ચુકવી બાકીના રૂપિયા ૫૬.૫૨ લાખ ચુકવ્યા નહતા. વાયદા પ્રમાણે ચારેય જણાઍ આપેલા ચેકો રિટર્ન થયા હતા. જેથી રૂપેશકુમારે ઉઘરાણી શરૂ કરતા ચારેય જણાઍ જાનથી મારી નાંખવાની ધમકી આપી પૈસા આપવા માટે હાથ ખંખેરી દીધા હતા. આ બનાવ સંદર્ભે રૂપેશ કુમારે સરથાણા પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.