ઍસઓજીઍ બાતમીના આધારે અડાજણ વિસ્તારમા અલગ-અલગ સ્થળો પર છાપા મારી ઇ-સિગારેટના જથ્થા સાથે બે આરોપીઓને પકડી પાડયા છે. પોલીસે બંને સ્થળો પરથી કુલ રૂ.૧૭.૩૨ લાખની મતા કબજે કરી છે.
નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન અતંગર્ત પોલીસ તંત્ર નાર્કોટીસ ડ્રગ્સની બદીને ડામવામાં કામગીરી કરી રહી છે. તે દરમ્યાન ઍસઓજીને બાતમી મળી હતી કે અડાજણ વિસ્તારમા પાનના ગલ્લા અને ટોબેકો પ્રોડકટસના હોલસેલ વિક્રેતાઓ દ્રારા ભારતીય હેલ્થ વોનીંગ વિનાની ઇ-સિગારેટનું વેચાણ કરી રહયા છે. આ હકીકતના આધારે ઍસઓજીઍ અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.તે દરમ્યાન અડાજણ ગેસ સર્કલ પાસે મેકસ ટેટોઝ ઍન્ડ પીરોગી નામની દુકાનમા ઍસઓજીઍ રેડ મારી હતી.ત્યારે દુકાનમાંથી અલગ-અલગ ફસેવર્સની ઇ-સિગારેટ,પોડર્સ વગેરે મળી કુલ રૂ.૧૫ લાખથી વધુની મતા મળી આવી હતી. જેથી પોલીસે અડાજણ આનંદ મહેલ રોડ નોવા ઍપેક્ષ ઍપાર્ટમેન્ટમા રહેતો અને દુકાન માલિક જશ સંજય મિસ્ત્રીની ધરપકડ કરી હતી. ત્યાર બાદ ઍસઓજીઍ અડાજણ ઍલપી સવાણી સુત્રાલી સોસાયટીમા રહેતો અને મકાનમાં ઇ-સિગારેટનો વેચાણ કરતો વિકાસ ઉર્ફે વિકકી પ્રવિણ મોદીને પકડી પાડી રૂ.૨.૩૧ લાખની ૨૨૧ નંગ ઇ-સિગારેટનો જથ્થો ઝડપી પાડયો હતો.