
વરાછા ઉમિયાધામ મંદિરની પાછળ આવેલા હીરાના કારખાનામાં પાંચ વર્ષથી નોકરી કરતો પોલીસીંગ વિભાગનો મેનેજર રૂ.૪૦ લાખના હીરા લઈ ભીમ અગિયારસ અને રવિવારની બે દિવસની રજા બાદ ફરાર થઈ ગયો હતો.જાકે પોલીસે મેનેજરની ધરપકડ કરી હતી.
મૂળ ભાવનગરના ગઢડાના જલાલપુર ગામના વતની અને વરાછા લંબે હનુમાન રોડ જે.બી.ડાયમંડ સર્કલ પાસે ત્રિકમનગર વિભાગ ૧માં રહેતા ૩૬ વર્ષીય સુમિતભાઇ મુળજીભાઇ વઘાસીયા વરાછા ઉમિયાધામ મંદિરની પાછળ વી.ડી. ગ્લોબલ પ્રાઇવેટ લીમીટેડના નામે હીરાનું કારખાનું ધરાવે છે.તેમને ત્યાં જુદાજુદા વિભાગોમાં કામ કરતા ૨૦૦૦ કારીગરો પર દેખરેખ રાખવા માટે ૫૦ મેનેજર કામ કરે છે.તે પૈકી પોલીસીંગ વિભાગમાં નિલેશ છગનભાઇ કૈલા છેલ્લા પાંચ વર્ષથી મેનેજર તરીકે નોકરી કરતો હતો. તમામ વિભાગોને રફ હીરા આપતા રાજેશભાઈ ઉર્ફે રાજુમામાઍ નિલેશને ગત ૧૦ જૂન ૨૦૨૨ ના રોજ હીરાના ૩૪૬ પડીકા આપ્યા હતા.તે પૈકી ૧૪૦ પડીકા તૈયાર હીરાના અને ૨૦૬ પડીકા રફ હીરાના નિલેશે સાંજે જમા કરાવ્યા હતા. ૧૧ મી ના રોજ ભીમ અગિયારસ અને ૧૨ મી ના રોજ રવિવારને લીધે રજા હોય કારખાનું બે દિવસ બંધ રહ્નાં હતું.૧૩ મી ઍ કારખાનું શરૂ થયું હતું પણ નિલેશ કામ પર આવ્યો નહોતો.તેનો મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ હતો.બીજા દિવસે પણ તે નહીં આવતા તેણે જમા કરાવેલા તૈયાર હીરાના ૧૪૦ પેકેટ ખોલીને જોયા તો તમામ ખાલી હતા. કારખાનાના સીસીટીવી ફૂટેજ ચકાસતા નિલેશ પ્રોસેસ માટે આપેલા હીરાના પડીકામાંથી કેટલાક પડીકા લઈ ખિસ્સામાં મૂકી બહાર વોશરૂમ તરફ જતો નજરે ચઢ્યો હતો. ૧૪૦ પડીકામાં કુલ રૂ.૪૦,૦૨,૬૮૦ ની મત્તાના હીરા હોય છેવટે સુમિતભાઈઍ નિલેશ વિરુદ્ધ રૂ.૪૦ લાખથી વધુની ઉચાપતની ફરિયાદ વરાછા પોલીસ મથકમાં નોંધાવી હતી. તે દરમિયાન, વરાછા પોલીસે કામરેજ ભવાની કોમ્પેલક્ષ સોસાયટીમા રહેતો મેનેજર નિલેશ છગનભાઇ કૈલાની ધરપકડ કરી હતી.