સુરતમાં વધુ ઍક વખત બાળકી દુષ્કર્મનો શિકાર બનતા બચી ગઈ છે. સુરતના ડભોલી વિસ્તારમાં ૯ વર્ષની બાળાને વેફરનું પેકેટ અપાવી દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દુકાનદારની સતર્કતાને કારણે બાળકી પીંખાતા બચી ગયી છે. દુકાનદારને શંકા જતા યુવકનો પીછો કરી બાળકી સાથે અડપલા કરતા દ્રશ્ય જોઈ બૂમાબૂમ કરી હતી. જેને કારણે બાળકી હવસખોરના ચુંગલમાંથી બચી ગયી હતી. દુકાનદાર અને લોકોઍ નરાધમ યુવકને ઝડપી પાડી મેથીપાક આપ્યો હતો. બાદમાં પોલીસના હવાલે કરી દીધો હતો. આ બનાવમાં પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના ડભોલી વિસ્તારમાંથી ફરી ઍક વખત બાળકી સાથે શારીરિક અડપલા થયા હોવાની ઘટના સામે આવી છે. ડભોલી ની આ ઘટનામાં પણ બાળકી સાથે દુષ્કર્મ થતા થતા રહી ગયું હતું. અશ્વિન દિલીપ નાવડીયા નામનો ૨૫ વર્ષીય નરાધમ યુવક નવ વર્ષની બાળકીને દુષ્કામ કરવાના ઇરાદે વેફરનું પેકેટ અપાવી અવાવરું જગ્યાઍ લઈ ગયો હતો. અને તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા. જોકે દુકાનદાર ત્યાં પહોંચી જતા યુવકની કરતૂત વિશે આસપાસથી તમામ લોકોને બોલાવી જણાવ્યું હતું. લો કોઈ મેથીપાક ચકરી પોલીસને હવાલે કર્યો હતો. ત્યારે બાળકીને આબરૂ પીખાતા બાલ બાલ બચી ગઈ હતી.સિંગણપોર પોલીસના પી.આઇ ડીબી બલદાણીયા જણાવ્યું હતું કે નરાધમ યુવક બાળકીને વેફર અપાવી પોતાની સાથે લઈ ગયો હતો તે દરમિયાન દુકાનદાર આ તમામ હરકત જોઈ રહ્ના હતો. ત્યારે દુકાનદારને યુવક પર શંકા ઉપજી હતી.જેને લઇ દુકાનદાર નરાધમ યુવકનો પીછો કરી પાછળ ગયો હતો. દુકાનદારે પાછળ જઈને જોયું તો અવાવરું જગ્યાઍ ઇસમ બાળકી સાથે બદકામ કરવાની કોશિશ કરતો હતો. જેથી દુકાનદારે તેને ઝડપી બુમાબુમ કરી હતી.જેથી લોકોનું ટોળું ઍકઠું થઇ ગયું હતું.ઍકઠા થયેલા લોકોઍ નરાધમ યુવકને પકડીને મેથીપાક આપ્યો હતો અને બાદમાં સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ યુવકને પકડી પોલીસ મથકે લઇ આવી હતી. પોલીસે તેની કડક પૂછપરછ કરતા તેણે પોતાનું નામ અશ્વિન દિલીપભાઈ નાવડિયા તેમજ તે રત્નકલાકાર તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું હતું. આ ઘટનામાં પોલીસે નરાધમ યુવક સામે છેડતી અને પોક્સો ઍક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.