ટેક્ષટાઇલ્સ અને રેલવે મંત્રી દર્શના જરદોશના જન્મદિવસની ઉજવણી સમાજીક સેવાથી કરવામા આવી હતી. શનિવારે અઠવાલાઇન્સ દર્શના જરદોશના કાર્યલય પાસેથી વિવિધ હોસ્ટિલને ત્રણ ઍમ્બુલન્સનું લોકાર્પણ કરી તેમને અર્પણ કરવામા આવી હતી. આ ઉપરાંત રકતદાન કેમ્પ અને મહિલા મોરચાની બહેનો માટે બેસ્ટ કેન્સનુ નિદાન કેમ્પ રાખવામા આવ્યો હતો. જેમા લોકોઍ મોટી સંખ્યામા લાભ લીધો હતો.