ડીંડોલીની સ્વસ્તિક વિલા સોસાયટી કમિટી દ્વારા ૨૨ જાન્યુઆરીના રોજ સોસાયટીના બાળકોને પ્રોત્સાહન મળે તે હેતુ થી ચિત્ર અને લેખન સ્પર્ધાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં લગભગ ૫૦થી વધુ બાળકોઍ ભાગ લીધો હતો.
ચિત્ર અને લેખન સ્પર્ધાનુ આયોજન સોસાયટીના પ્રમુખ મનીષભાઈ યાદવની આગેવાનીમાં અને સોસાયટીના સાંસ્કૃતિક મંત્રી કિરણ ભાઈ પાટીલ દ્વારા કરવામાં આવ્યુ હતું જેમાં સોસાયટીના રહીશો મોટી સંખ્યામામ હાજર રહયા હતા .જેમાં આશિષ રાય ,વરિષ્ઠ આગેવાન રાજેશભાઈ દેવરે અરવિંદ રાય અને સુરેશ ચૌહાણ વિનય માંગલે પણ ઉપસ્થિત રહયા હતા.વિજતા બાળકોને આગામી ૨૬મી જાન્યુઆરીના રોજ ઇનામ આપવામા આવશે.