મિત્રો સાથે નાઇટ વોકમાં નીકળેલા અમરોલીના ટોબેકો વેપારીના હાથમાંથી મોબાઇલ આંચકી ભાગવા જતા સ્નેચરને રંગે હાથપકડીને મેથીપાક આપી પોલીસને હવાલે કર્યો હતો.
રાજકોટ ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામના વતની હાલ અમરોલી જૂના કોસાડ રોડસ્વસ્તિક રો હાઉસમા રહેતા સમીર યોગેશ પાલેજા અમરોલીના ક્રોસ રોડ શોપીંગ સેન્ટરમાં ટોબેકોની દુકાન ધરાવે છે.સમીર પાલેજા ગત રાતે જમ્યા બાદ મિત્ર હાર્દીક પટેલ, મનસુખ સખપરીયા અને મનસુખ માલવીયા નાઇટ વોકમાં નીકળ્યા હતા. તે દરમિયાનમાં અમરોલીના ઍ.ઍલ. ફાર્મ પાસે સમીર તેના મોબાઇલ પર વાત કરી રહયા હતા.ત્યારે બાઇક પર ઘસી આવેલા બે સ્નેચરોઍ મોબાઇલ આંચકી લઇ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સમીરે બાઇક પાછળ દોટ લગાવતા સ્નેચરોની બાઇક સ્લીપ થઇ જતા પાછળ બેસેલો સ્નેચર ભાગી ગયો હતો જયારે બાઇક ચાલક પકડાઇ ગયો હતો. લોકોઍ તેને પકડી મેથીïપાક ચખાડી અમરોલી પોલીસે હવાલે કર્યો હતો.પોલીસે તેની પુછપરછ કરતા અમરોલી કોસાડ આવાસ ઍચ-૨ બિલ્ડીંગ રહેતો મુસ્તુફા સલીમ શેખ હોવાનુ જણાવ્યુ હતુï.જયારે ભાગી જનાર માનદરવાજા રહેતો તેના સાથીદાર સોહેલ સુલતાન શેખ હોવાનુ જણાવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. પોલીસે સ્નેચરની બાઇક નં. જીજે-૧૯ બીબી-૮૪૦૪ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.