સુરત મહાનગરપાલિકાની આવકના મુખ્ય સ્ત્રોત ઍવા મિલ્કત વેરા તથા અન્ય વેરાની વસુલાત માટે સુરત મહાનગરપાલિકા કોઈ કસર રાખવા માગતી નથી,. જાહેર રજા અને રવિવારના દિવસે પણ સુરત મહાનગરપાલિકા મિલકત વેરા સહિતના વેરા વસુલાત કરી રહી છે. સુરત પાલિકાના તમામ સીટી સિવિક સેન્ટર બીજા અને ચોથા શનિવાર, રવિવાર અને જાહેર રજાના દિવસે મિલ્કત વેરો સ્વિકારી રહી છે તેમ છતાં પાલિકાને વસુલાત ૧૦૦ ટકા થતી નથી.
સુરતમાં ઓકટ્રોય નાબુદી બાદ મિલકત વેરો જ પાલિકાની આવકનો મુખ્ય સ્ત્રોત બની ગઈ છે. જાન્યુઆરી મહિનો શરૂ થતાંની સાથે જ સુરત પાલિકા દ્વારા વેરા વસુલાતની કામગીરી સઘન બનાવવામા આવી રહી છે. પાલિકા તંત્ર દ્વારા બાકી મિલ્કત વેરો વસુલવા માટે પાલિકા તંત્ર લાંબા સમયથી વેરો બાકી હોય તેવી મિલ્કતોના નળ અને ડ્રેનેજ જોડાણ કાપવા સાથે સીલીંગની કામગીર પણ કરી રહી છે.સુરત પાલિકાઍ ઓનલાઈન વેરો ભરનારા લોકોને ખાસ રિબેટ આપવા ઉપરાંત લોકો રવિવાર અને જાહેર રજાના દિવસે પણ વેરો ભરી શકે તે માટે આયોજન કરવામા આવ્યું છે. આગામી દિવસોમાં ૨૬ જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ અને ૮ માર્ચના રોજ ધુળેટી છે તેવી જાહેર રજાના દિવસે પણ સુરત પાલિકાના તમામ સીટી સિવિક સેન્ટર ચાલુ રાખવા માટે જાહેરાત કરી દીધી છે. આ સીટી સિવિક સેન્ટર પર આ જાહેર રજા અને રવિવારના દિવસે સવારે ૯-૩૦ વાગ્યા થી બપોરે ૩.૩૦ વાગ્યા સુધી પ્રોફેશનલ ટેક્સ, ઈમ્પેક્ટ ફી, તથા ઈ ડબ્લ્યુ ઍસ આવાસના હપ્તાની રકમ ભરી શકશે તે ઉપરાંત આ બાબતે પણ રજૂઆત કરી શકશે તેવું પાલિકા તંત્ર જણાવી રહી છે.