બેંગકોક ફરી પરત ફરતા મિત્રો ની ઇનોવા કાર ચીખલી આલીપોર ઓવરબ્રિજ ઉપર ડિવાઈડર કૂદી કન્ટેનરમાં ભટકાતા ૪ ના કરુણ મોત નીપજ્યા હતા જ્યારે બે ને ઈજા થતા સારવાર અર્થે સુરત ની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સુરતના ૫ મિત્રો બેંગકોક ટુર ઉપર ગયા હતા. જેઓ પરત ફરતી વેળા મુંબઈ ઍરપોર્ટ થી જીજે-૦૬ -ઍફસી -૨૭૫૪ નંબરનીસ્વગૃહ સુરત ઈનોવા કાર માં નીકળ્યા હતા. તે દરમિયાન નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર ચીખલી તાલુકા ના આલીપોર વસુધારા ડેરી સામે વહેલી સવારે ૫ઃ૩૦ કલાક ના અરસામાં ઓવરબ્રિજ ચઢતા હતા. તે વેળા ચાલક મહમદ હમજા મહમદ હનીફભાઈ ઈબ્રાહીમ પટેલને ઝોકું આવતા ઇનોવા પુરપાટ ઝડપે ડિવાઈડર કુદી રોંગ સાઇડે ધસી ગઈ હતી. અને સામેના ટ્રેક ઉપર આવતા જીજે-૧૫ ઍવી -૬૮૫૪ નંબરના કન્ટેનર ટ્રકસ સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સજાર્યો હતો. જેને પગલે ઇનોવા કારના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. ચાલક સહિત ચાર ના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. અકસ્માતનો ધડાકાભેર અવાજ અને બચાવના પોકારો સાંભળી લોકો દોડી આવ્યા હતા. જ્યારે ઇજાગ્રસ્તો બેને સુરતની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે નવસારી ડીવાયઍસપી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.અકસ્માત બાદ કારના સ્પીડો મીટર પર લાસ્ટ સ્પીડ ૧૭૦ની જોવા મળી રહી છે, જેથી ઓવરસ્પીડના કારણે પણ અકસ્માત બન્યો હોવાનું જોવા મળી રહયુ છે. જોકે હાલ આ અકસ્માતને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે, જે બાદ જ અકસ્માતનું સાચું કારણ સામે આવશે.
આ અકસ્માતમાં વેસુ, હેપી રેસીડેન્સી પાછળ વાસ્તુગ્રામ ઍપાર્ટમેન્ટમા રહેતો ૪૧ વર્ષિય અમિત દોલતરામ થડાની ,ઘોડદોડ રોડ સુભાષનગરમા રહેતો ૪૦ વર્ષિયગૌરાંગ નંદલાલ અરોરા ,સુરત સાંઇ આશિષ સોસાયટીમાં રહેતા ૪૦ વર્ષિય રોહિત સુભકરણ માહલુ ,ભરથાણા કોસાડ આવાસમા રહેતો ૧૯ વર્ષિય મહમદ હમજા મહમદ હનીફભાઇ ઇબ્રાહિમભાઇ પટેલ મોતને ભેટયા છે.જયારે રીષી ઍન્જીનિયર અને વિકાસ સરાને ગંભીર ઇજા પહોચી છે.