આઝાદીના ૭૫ વર્ષની ભવ્ય ઉજવણી આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે સંકલ્પ વરાછા ઍલઍચ રોડ પર આવેલી ઍજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શાળા અર્ચના વિદ્યા નિકેતન દ્વારા લોકભાગીદારીથી બે વિશ્વ રેકોર્ડ કરી દેશને સમર્પિત કરાશે
દેશના વડપ્રધાનના અભિયાન હર ઘર તિરંગા પર શાળા દ્વારા ૧,૧૧,૧૧૧ લોકો પાસે સર્વે ફોર્મ ભરી સર્વે કરવામાં આવ્યો છે. દેશવાસીઓનો હર ઘર તિરંગા મહાઅભિયાન બાબતે અભિપ્રાય લેવામાં આવ્યો છે.દેશભક્તિની જ્યોત કાયમ માટે દરેકના દિલમાં પ્રજ્વલિત રહે તેવી પ્રેરણા આ સર્વેમાં દરેક દેશવાસીઓને આપવામાં આવી હતી. આ સર્વેમાં ૨૨ રાજ્યના અને ૮ અલગ અલગ દેશમાં વસતા ભારતીય લોકોઍ ઓનલાઇન ફોર્મના માધ્યમથી સર્વેમાં ભાગ લીધો હતો. વિવિધ ૧૦૦ થી વધુ સામાજિક સંસ્થાઓ, શાળાઓ,ઍનજીઓ આ રાષ્ટ્ર ભાવના જાગૃતિના સર્વેમાં ખુબજ ઉત્સાહથી જોડાયા હતા. આ વર્લ્ડ રેકોર્ડ વરાછા ઍલઍચ રોડની અર્ચના વિદ્યા નિકેતન, ડૉ શ્રીનિવાસ મિટકુલ, રિતુ રાઠી ઍક સોચ ઍન.જી.ઓ. તેમજ ભરારી ફાઉન્ડેશન ના નામે નોંધાઈ છે.સંકલ્પ ઍજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અર્ચના વિદ્યા નિકેતન દ્વારા લોકભાગીદારીથી હર ઘર તિરંગાના મૂળ ઉદ્દેશ્યને ધ્યાનમાં લઈ હર દિલ તિરંગા વિશ્વ રેકોર્ડ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવનાર છે. ૧૧,૦૦૦ લોકો તિરંગા બેચ લગાવી આ તિરંગાનું કાયમી મહત્વ જળવાય રહે અને સૌના દિલમાં રાષ્ટ્રીય ભાવના હંમેશના માટે જાગતી રહે તેવા ઉમદા ઉદ્દેશ્યથી આ ભગીરથ કાર્ય કરવામાં આવશે. આ આયોજન ૨૬ મી ફેબ્રઆરીના રોજ વરાછા ઉમિયાધામ ખાતે થશે.