વ્યાજખોરોને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ જતા હતા તેનાથી મુક્તિ આપવા માટે નવા અભિગમ સાથે સુરત પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.સુરત પોલીસના કોમ્યુનિટી હોલમાં મંગળવારે લોન મેળાનું આયોજન કરાતા ખૂબ જ મોટી સંખ્યામાં લોન લેવા માટે લોકો હાજર રહયા હતા. . જે લોકોને લોનની જરૂરિયાત છે તેઓ ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહભેર અહીં જોડાયા હતા.
રાજ્યમાં અને સુરત શહેરની અંદર વ્યાજખોરોનો ખૂબ જ ત્રાસ જોવા મળી રહયો હતો તેના કારણે અનેક લોકોઍ આપઘાત પણ કર્યા હતા. આ બાબતને ગંભીરતાથી લેતા હવે સુરત પોલીસ દ્વારા પણ વ્યાજખોરો સામે કડક પગલાં લેવામાં આવી રહયા છે. તેમજ જરૂરિયાતમંદ લોકોને ઓછા દરે વ્યાજ મળી રહે તેના માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.અઠવાલાઇન્સ પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે રીતસરનો લોકોનો ઘસારો જોવા મળ્યો હતો. લોન મેળામાં અલગ અલગ પ્રકારની લોન માટેનું આયોજન થયું હતું. જેમાં પર્સનલ લોન, કિશન સાથી યોજના અંતર્ગત લોન, પ્રધાનમંત્રી સ્વ નિધિ યોજના મુદ્રા લોન ઍક્સપ્રેસ ક્રેડિટ સામાજિક સહાય માટેની લોન આપવામાં આવી રહી છે ખૂબ જ ઓછા દરથી લોન મળે જેથી કરીને દરેક વ્યક્તિ પોતાની જરૂરિયાત મુજબનું કામ આગળ વધારી શકે.લોન લેવા માટે આવેલા લોકોઍ જણાવ્યુ હતુ કે પોલીસ દ્રારા આ ખૂબ જ સારો પ્રયાસ કરવામાં આવ્યો છે નાના નાના ઉદ્યોગ ધંધા માટે ઍક વર્ષ માટેની પણ જો લોન મળે તો ઘણી મોટી આર્થિક સહાય થઈ શકે છે. વ્યાજખોરો ખૂબ જ ઉંચા દરે વ્યાજની વસૂલાત કરતા હોય છે અને ઘણા કિસ્સાઓમાં તો મૂળ રકમ અપાઈ ગયા બાદ પણ સતત વ્યાજ ભરતા રહેતા હોય છે આવી પરિસ્થિતિમાં લોકોની મજબૂરીનો લાભ વ્યાજખોરો ઉઠાવતા હોય છે સરકારે આ પ્રકારે જે મધ્યસ્થી થઈને બેન્ક પાસેથી લોન અપાવી છે તેનાથી ખૂબ મોટી રાહત થશે.