
સુરત મહાનગરપાલિકા દ્વારા હાલમાં ડ્રેનેજ અપગ્રેડેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીને પગલે આજથી નવ દિવસ સુધી પુણા પાટીયા ફ્લાય ઓવરબ્રિજ નીચેનો રસ્તો બંધ કરવામાં આવશે. વાહન અને રાહદારીઓને મુશ્કેલી ન પડે તે માટે મહાનગરપાલિકાઍ જાહેર કરેલા ડાર્યવઝનનો ઉપયોગ કરવાનો રહેશે.
વરાછા ઝોન વિસ્તારમાં પરવટ પાટીયા કેનાલ રોડ પર આવેલ વિશ્વકર્મા જંકશન પાસે પુણા પાટીયા ફલાય ઓવર બ્રીજના નીચેના ભાગે ડ્રેનેજ લાઈન નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ડ્રેનેજ નેટવર્ક માટે આ કામગીરીમાં અંદાજે નવ દિવસનો સમય થશે. આ કામગીરી ટ્રાફિકથી વ્યસ્ત તથા વાહન વ્યવહારની સતત અવરજવર હોય ડ્રેનેજ લાઈનની કામગીરી આ જાહેર રસ્તા પર કરવાની હોય, અનેક સર્વિસ લાઈનોને અસર થવાની શીફટ કરવાની તથા સુધારા-વધારા કરવાની કામગીરી પણ થવાની સંભાવના હોય, રાહદારીઓ તથા વાહનવ્યવહારની સલામતીના ભાગે સદર રસ્તો કામગીરીના સમયગાળા દરમ્યાન તમામ રાહદારીઓ તથા તમામ પ્રકારના વાહનો માટે બંધ રાખવો હિતાવહ હોવાથી આ રસ્તો બંધ કરવામાં આવ્યો છે.વરાછાના પરવટ પાટીયા કેનાલ રોડ પર આવેલ વિશ્વકર્મા જંકશન પાસે પુણા પાટીયા ફલાય ઓવર બ્રીજનાં નીચેના ભાગે કામગીરી માટે નવ દિવસ રસ્તો બંધ કર્યો હોવાથી વાહન વ્યવહાર નિસરતા માટે વૈકલ્પિક રસ્તા જાહેર કર્યા છે તેનો વાહન વ્યવહાર માટે ઉપયોગ કરવાનો રહેશે.સુરતના પુણા બી.આર.ટી.ઍસ. કેનાલ રોડથી દર્શન રેસીડેન્સીની બાજુના ટી.પી. રોડ થઈ સારોલી રોડ થઈ સુરત-કડોદરા રોડ ઉપર પરત આવી શકાશે. આ ઉપરાંત પુણા બી.આર.ટી.ઍસ. કેનાલ રોડથી પુણા સુઍજ પંપીગ સ્ટેશન થઈ રાજ ટેક્ષટાઈલ્સ થઈ સુરત-કડોદરા રોડ ઉપર પરત આવી શકાશે. આ નવ દિવસ દરમિયાન પાલિકાઍ આ રસ્તો નો ઉપયોગ કરવા વાહન ચાલકોને અપીલ કરી છે.