ઍક તરફ કેન્દ્ર સરકાર દેશની તમામ સરકારી બીન સરકારી કચેરીઓને ડિજિટલ કેસલેસ બનાવી રહી છે.જ્યારે બીજી તરફ સુરત શહેરમાં આવેલી વર્ષો જુની દક્ષિણ ગુજરાતની મોટામાં મોટી સરકારી સિવિલ હોસ્પિટલ હજુ સુધી ડિજિટલ કેસલેસ સુવિધા શરૂ કરાવવામાં આવી નથી.જેના પરિણામે નવી સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે.જ્યારે દર્દીને રૂપિયા ભરવાનો વારો આવે ત્યારે ૫ રૂપિયાના કેસ પેપર માટે કેસ બારી પર ૫ રૂપિયા સામે છૂટા રૂપિયા માટે દર્દીઓને હાલાકી પડે છે છુટા પૈસા નહિ હોવાના કારણે અમુક દર્દીઓ સારવાર લીધા વગર પરત જતા હોય છે.
સિવિલ હોસ્પિટલમાં દરરોજ આશરે ૫થી ૭ હજાર જેટલા દર્દીઓ અન્ય જિલ્લાઓમાંથી સારવાર કરાવવામાં માટે આવતા હોય છે.પરંતુ આ ૫ થી૭ હજાર વ્યસક્તિઓમાં દર ત્રીજો વ્યક્તિ જ્યારે કેસ પેપર અથવા તો અન્ય સારવાર માટે રૂપિયા જમા કરાવવા કેસ બારી પર જાય છે ત્યારે તેની પાસે છુટા પેસા નહિ હોવાના કારણે દર્દીને કલાકો સુધી સારવાર આપવામાં આવતો નથી.જેથી અમુકવાર દર્દી અન્ય હોસ્પિટલમાં સારવાર કરાવવા માટે જાય છે.
સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકરને જ્યારે કેસલેસ સુવિધા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યુ ત્યારે તેમણે કહ્નાં કે સિવિલ હોસ્પિટલમાં કેસલેસ સુવિધા શરૂ કરવા માટે ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગને પત્ર લખવામાં આવશે અને વહેલી તકે સિવિલ હોસ્પિટલમાં કેસલેસ સુવિધા શરૂ થાય તેવા પ્રયાસો કરવામાં આવશે.સિવિલ હોસ્પિટલમાં જે રૂપિયા જમાં થાય છે તે રોગી કલ્યાણ સમિતિમાં જમાં થાય છે.