રાજ્યકક્ષાના શિક્ષણ દ્વારા સુરતમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ કરાવવામાં આવ્યો છે. રાંદેરના રામ નગર ઝૂલેલાલ મંદિરની સામે અન્નપૂર્ણા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ગરીબોને માત્ર પાંચ રૂપિયામાં ભોજન આપવામાં આવી રહ્નાં છે. શિક્ષણમંત્રી અને મેયર સહિતના મહાનુભવોઍ ખાવાનો સ્વાદ પણ માણ્યો હતો. સુરતમાં ૧૮ કેન્દ્રો થકી શ્રમીકોને ખાવાનું આપવામાં આવશે.
શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો શુભારંભ રાંદેરના રામનગર ખાતે આવેલા જુલેલાલ મંદિરની સામે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ યોજના અંતર્ગત શ્રમિકોને પાંચ રૂપિયામાં ગુણવત્તા યુક્ત પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. કોરોનાની મહામારીમાં આ યોજના બંધ થઈ હતી પરંતુ હવે ફરીથી રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાના હસ્તે આ યોજનાનો પ્રારંભ સુરતમાં કરાવવામાં આવ્યો છે. શ્રમિક અન્નપૂર્ણા યોજનાની સાથે સાથે રામનગર ખાતે ઇ-શ્રમ કાર્ડ નોંધણી કેમ્પ અને ધનવંતરી રથ દ્વારા લોકોના આરોગ્યની પણ તપાસ કરવામાં આવી હતી. મહત્વની વાત કહી શકાય કે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આ શ્રમિક અન્નપૂર્ણા યોજના ચલાવવામાં આવી રહી છે. મહત્ત્વની વાત છે કે, ગરીબોને જે ભોજન આપવામાં આવ્યું હતું તે ભોજનમાંથી સુખડીનો સ્વાદ પણ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા અને સુરતના મેયર હેમાલી બોઘાવાલાઍ માણ્યો હતો. આ ઉપરાંત મંત્રી પ્રફુલ પાનસેરિયાઍ લોકોને જાતે ખાવાનું પીરસ્યું હતું તેમજ મેયર હેમાલીબેને પણ પોતાના હાથે શ્રમજીવી મહિલાઓને ખાવાનું ખવડાવ્યું હતું. આ યોજના ચાલુ કરવાથી મોટી સંખ્યામાં લોકોને ભરપેટ ખાવાનું મળશે.