
રીંગ રોડ રઘુકુળ ગરનાળા પાસે રેલવેનું કામ ચાલુ હોવાથી તેના ઉપર ગડર મુકવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેને લઇને રઘુકુળ ગરનાળું તારીખ ૨૬મી જાન્યુઆરીથી ૨૯મી જાન્યુઆરી સુધી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યું છે. જેના કારણે વાહનચાલકોને તકલીફ ન પડે તે માટે ડાયવર્ઝન આપ્યું છે. જેની વાહનચાલકોઍ ડાયવર્ઝનનો ઉપયોગ કરવાનો રહેશે. ચાર દિવસ ગરનાળું બંધ રહેતા લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવશે.