આહીર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા ૨૯માં સમૂહલગન્ સમારોહ આયોજન કરવામાં આવ્યું છે. ગોડાદરા ખાતે તા. ૨૮મી જાન્યુઆરીના રોજ ૨૩૮ નવયુગલો પ્રભુતામાં પગલાં પાડશે. આ સમૂહલગન્માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, મંત્રીઓ, નેતાઓ સહિતના મહાનુભાવો મોટી સંખ્યામાં નવા યુગલોને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહેશે.
આ સમૂહલગન્માં અંદાજિત ૧ લાખ લોકો આવશે. જેને લઇ ૪ હજારથી વધુ સમાજના યુવાનો ખડેપગે સેવા આપશે. આ સમૂહલગન્ દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ, માનવ ઓર્ગન દાન અંગે જાગૃતિ અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નવયુગલો પ્રભુતામાં પગલા માંડશે ત્યારે તેમનો ચાર-ચાર લાખનો વિમો ઉતારવામાં આવશે. તેનું સંપૂર્ણ પ્રીમીયમ સમાજ દ્વારા ભરવામાં આવશે તેમજ ગુજરાત સરકારની યોજના સાત ફેરા સમૂહલગન્ અને કુવરબાઇનું મામેરૂ યોજના થકી રૂપિયા ૨૪ હજાર દરેક દિકરીઓને સરકાર દ્વારા સરકારમાંથી લાવી આપવામાં આવશે.