
પાંડેસરા પોલીસ મથકમાં ૨૮ વર્ષ પહેલા નોધાયેલા હત્યાકેસમાં નાસતા ફરતા ઍક આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચે કેરળથી ઝડપી પાડી પાંજરે પુયોર્ છે.
સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નાસતા ભાગતા આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી વર્કઆઉટની કામગીરી શરૂ કરી હતી. તે દરમિયાન નાસતા ફરતા સ્કવોડના પોલીસ કર્મીઓને બાતમી મળી હતી કે પાંડેસરા પોલીસ મથકમાં ૧૯૯૫માં નોધાયેલા હત્યા પ્રકરણમાં નાસતો ભાગતો આરોપી કેરળ રાજ્યમાં સંતાયો છે. જે આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ કેરળ પહોચી ગઈ હતી. ત્યારબાદ પોલીસે બાતમીના આધારે કેરળ રાજ્યના પથનમથીટ્ટાના અદૂર ગામમાંથી કૃષ્ણ રઘુનાથ પ્રદાનને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પુછપરછ કરતા ૧૯૯૫માં કૃષ્ણા પાંડેસરા સિદ્ધાર્થનગરમાં રહી કારખાના મજૂરી કામ કરતો હતો. તે વખતે તેનો મિત્ર શિવરામ ઉદય નાયક કે તેની સાથે ગદ્દારી કર્યા હોવાની શંકા રાખી તા. ૪-૩-૧૯૯૫ના રોજ રાત્રિના સમયે શિવરામને ઘરેથી વાત કરવાના બહાને લઇ જવામાં આવ્યો હતો. ત્યારબાદ કૃષ્ણ અને તેના સાથી મિત્રોઍ તલવાર અને ચાકુથી શરીર પર અસંખ્ય ઘા ઝીંકી લાશ ગૌતમ નગર નહેર પર નાંખી ભાગી છુટયા હતા. આ ઉપરાંત પોલીસથી બચવા માટે પોતાના મૂળ વતન ઓરિસ્સા ગંજામ જિલ્લાના ભજનગર થાણાના બડાકોદન્ડાથી સ્થળાંતરીત થઈ ગયો હતો. ત્યારબાદ કેરળ રાજ્યમાં મિસ્ત્રી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હોવાની કબૂલાત કરી છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે આગળની તપાસ પાંડેસરા પોલીસને સોપી છે.