
ડિંડોલી ભેસ્તાન આવાસ ખાતે તા. ૮મી જાન્યુઆરીના રોજ ઍક યુવકની જાહેરમાં કરપીણ હત્યા કરવાના પ્રકરણમાં ડિંડોલી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો પણ કબજે કર્યો છે.
લિંબાયત મીઠી ખાડી ઇન્દ્રીરાનગરમાં રહેતો ફિરોજ ઉર્ફે કાણીયા જાન મોહમદ અન્સારી નામના યુવકની તારીખ ૮મી જાન્યુઆરીના રોજ ભેસ્તાન આવાસ પાણીની ટાંકી પાસે જાહેરમાં દસથી ૧૨ વ્યક્તિઓઍ દ્વારા કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ બનાવ સંદર્ભે તેનો ભાઈ સલમાન અંસારીઍ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવી હતી. પોલીસે ગુનો નોîધી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. તે દરમિયાન ડિંડોલી પોલીસે અલગ અલગ ટીમો બનાવી અગાઉ પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને ત્યારબાદ આ હત્યાના મુખ્ય આરોપી ઇમરાન ઉર્ફે માનસિકને ઝડપી પાડી પુછપરછ કરતા ભેસ્તાન આવાસમાં રહેતો શરીફ ઉર્ફે ચાઇનીસ નામના યુવકે ઍક મહિના પહેલા હત્યાનું કાવતરૂ ઘડ્યું હતું જેના આધારે પોલીસે શરીફના ઘરે રેડ કરી તેને ઝડપી પાડ્યો હતો. તપાસ કરતા તેની પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો. પોલીસે ઇમરાન માનસિક તાજ મહોમદ ખાન, શરીફ ઉર્ફે ચાઇનીસ શરીફખાન પઠાણ સામે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ બંને આરોપી અગાઉ અનેક ગુનાઓમાં પકડાઈ ચુક્યા છે. આ ગુનામાં અન્ય આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ફિરોઝ અને ઇમરાન બંને જણા અંગત અદાવત ચાલી રહી હતી તેના સમાધાન માટે ભેગા થયા હતા. આ દરમિયાન ઈમરાને ફિરોઝની ચપ્પુ મારી હત્યા કરી દીધી હોવાની પ્રાથમિક માહિતી મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ બને આરોપીઓ ઍક મૌલિક પાસે ગયા હતા પણ તેઓનો કોઈ ફાયદો થયો ન હતો આ હાલ આ મૌલિક પણ પોલીસના સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે.