સ્વચ્છ સુરત સુંદર સુરતના સ્લોગન માત્ર સુરત મહાનગરપાલિકાના જ ચોપડે સારા લાગી રહ્ના છે અને હાલ સુરતને નંબર ૧ બનાવવા માટે સુરત મહાનગરપાલિકાના કમિશનર અથાગ પ્રયત્નો કરી રહ્ના છે પરંતુ સુરત શહેરના સ્લમ વિસ્તારોમાં લોકો નરકïમાં જીવી રહ્ના હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્ના છે. છેલ્લા કેટલાક દિવસોથી લિંબાયત મીઠીખાડીના બેઠી કોલોનીમાં ગટરના પાણી ઉભરાઈ રહ્ના છે આ ગંદા પાણી વચ્ચે લોકો પોતાના ઘરમાં જવાની નોબત આવી રહી છે. જેના કારણે બિમારી ફાટી નીકળે તો જવાબદાર કોણ?
સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરને દેશભરમાં નંબર વન બનાવવા માટે ઠેર ઠેર સાફસફાઈï, રસ્તા રીપીરીંગની કામગીરી પૂરજાશમાં ચાલી રહી છે પરંતુ સ્લમ વિસ્તારોમાં અનેક સમસ્યાઓ હોવા છતાં પાલિકા દ્વારા આંખ આડા કાન કરી તેઓની સમસ્યા હલ કરી રહી નથી. છેલ્લા કેટલાક દિવસોથી લિંબાયત મીઠીખાડી બેઠી કોલોનીના ગલી નં. ૧૦માં ગટરના પાણી ઉભરાઈ રહ્ના છે અને આ પાણી સમગ્ર વિસ્તારમાં ફરી વળતા લોકોને તેમાંથી જવાની નોબત આવી રહી છે. આ ગંદા પાણીના કારણે અસહ્ના દુર્ગંધની વચ્ચે લોકો જીવી રહ્ના છે. આ અંગે ફરિયાદો કરવા છતાં તેનો નિકાલ કરવામાં આવ્યો નથી. આ પાણી લોકોના ઘર પાસે ભરાઈ રહેતા હોવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ જાવા મળી રહ્ના છે. આ ગંદા પાણીના કારણે રોગચાળો ફાટી નીકળે તો જવાબદાર કોણ હશે? લગભગ આ પાણીની વચ્ચેથી મહિલાઓ અને બાળકો પસાર થવાની ફરજ પડી રહી છે. હવે ઍ જાવાનું ઍ રહ્નાં કે સુરત મહાનગરપાલિકા પોતાની ફરજ કઈ રીતે નિભાવે છે.