સુરત શહેર સહિત જિલ્લામાં અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેર સહિત જિલ્લામાં કમોસમી વરસાદ અણસાર દેખાતા ખેડૂતો આડ્ઢર્યમાં મુકાઈ ગયા હતા અને સુરત શહેર અને જિલ્લામાં કેટલાક તાલુકામાં વરસાદી છાટા પડ્યા હતા. જેને લઈને ઠંડીમાં પણ વધારો થયો હતો. વરસાદનું ચક્ર બદલાય ઍની તરત જ અસર ખેડૂતો ઉપર દેખાય છે. જાકે, હજી બે ત્રણ દિવસ સુધી ઠંડીનો જાર જાવા મળશે તો કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે.
સામાન્ય રીતે જાન્યુઆરી મહિનામાં વરસાદ આવવાની શક્યતા નહિવત હોય છે પરંતુ સમયાંતરે હવે વાતાવરણમાં ખૂબ મોટા ફેરફાર જોવા મળી રહ્ના છે. વર્ષમાં હવે કમોસમી વરસાદ વરસ તો હોવાની ઘટના પણ વધી રહી છે.સુરત શહેર અનેï જિલ્લાના કેટલાક તાલુકાઓમાં રાત્રિના સમયે વરસાદ વરસ્યો હતો. સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા જાવા મળ્યા હતા. જ્યારે કીમ, કઠોદરા, કુડસદ, સાંધિયેર સહિત માં ગામોમાં વરસાદ વરસ્યો હતો. ઍકાઍક વરસાદ વરસતા લોકો પણ આડ્ઢર્યમાં મુકાયા હતા. કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા જાવા મળી હતી. આ અંગે દક્ષિણ ગુજરાતના ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું કે સુરત જિલ્લામાં માત્ર ઓલપાડ તાલુકાના કેટલા ગામોમાં વરસાદ વરસ્યો છે. આ વરસાદ જ્યારે કામોસમી રીતે વરસતો હોય છે ત્યારે ખેતીને નુકસાન થવાનું સૌથી પહેલો વિચાર અમને આવતો હોય છે. પરંતુ હાલ ડાંગર નો પાક છે પરંતુ ઍને આ વરસાદથી વધુ કોઈ નુકસાન થયું નથી માત્ર ઓલપાડ તાલુકાના કેટલા ગામોમાં જ વરસાદ વરસ્યો છે અને હવે પછી જે પાક આવશે તે શેરડીનો લેવામાં આવશે. પરંતુ જ્યારે આ પ્રકારે વરસાદ આવતો હોય છે ત્યારે ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકસાન પણ પહોંચાતું હોય છે.