![](https://suratchannel.in/wp-content/uploads/2023/01/Still0128_00009.bmp)
ઉન નર્ગિસ નગરમાં રહેતા ઍક ટપોરીઍ ૧૩ વર્ષની કિશોરીને ચાકુ અને ઍસીડની બોટલ બતાવી ધાકધમકી આપી તેને હેરાન પરેશાન કરતો હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોધાઈ છે.
ઉન નર્ગિસનગરમાં રહેતો ધીરજ બ્રીજેશ ગુપ્તા નામનો યુવક આ વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષીય કિશોરી પાછળ પડ્યો હતો. ઍકતરફી પ્રેમમાં પાગલ ધીરજ અવારનવાર કિશોરીનો પિછો કર્યા કરતો હતો. રસ્તામાં રોકી તેની સાથે વાત કરવા બળજબરીપૂર્વક દબાણ કરી હેરાન પરેશાન કરતો હતો. તા. ૨૧મી જાન્યુઆરીના રોજ ધીરજ ગુપ્તાઍ કિશોરીને રસ્તામાં આંતરી ચાકુ અને ઍસીડની બોટલ બતાવી તેની સાથે વાતચીત કરવા ધાકધમકી આપી હતી. જાકે, કિશોરીઍ તેને મચક આપી નહતી. ત્યારબાદ સમગ્ર ઘટના અંગે પોતાના પરિવારને જાણ કરતા તેમને સચીન જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.