રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નિર્વાણ દિન નિમિત્તે સુરત શહેરમાં દારૂબંધીનો કડક અમલ કરાવવામાં આવે તેવી માંગ સાથે ભારતીય બૌદ્ધ મહાસભા દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી સુરત શહેરને નશામુક્ત કરવાની રજૂઆત કરવામાં આવી હતી.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે ભારતીય બૌદ્ધ મહાસભા દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે પરંતુ બુટલેગરો બેરોકટોક દેશી-વિદેશી દારૂના અડ્ડાઓ ઠેર-ઠેર ચલાવી રહ્ના છે જેના કારણે શ્રમજીવી અને ગરીબો નશાના રવાડે ચડવાથી તેમના પરિવારોની હાલત કફોડી બની રહી છે. યુવાધન નશામાં ભાન ભૂલી પરિવાર અને પોતાની જીંદગી બરબાદ કરી રહ્ના છે. કેટલીક મહિલાઓ ભર જવાનીમાં વિધવા બની રહી છે. જે રીતે પોલીસ કમિશનર અજય તોમરે વ્યાજખોરો સામે ખૂબ જ સારી કામગીરી કરી લોકોને વ્યાજખોરીના ચુંગલમાંથી છુડાવ્યા છે તે રીતે શહેરમાં ઠેર ઠેર ચાલતા દારૂના અડ્ડાઓ ઉપર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તો શ્રમજીવી, ગરીબ પરિવાર બરબાદ થતો અટકશે અને યુવાનો નશામાંથી બહાર આવશે. જો પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં ન આવશે તો ભારતીય બૌદ્ધ મહાસભા દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમક્કી ઉચારી છે.