
સીંગણપોર ડભોલી લીંક રોડ પર આવેલી ક્રિષ્ણા રો હાઉસના કોમન પ્લોટમાં તસ્કરો ત્રાટક્યા હતા અને તસ્કરોઍ ત્યાંથી ઍક બાઇક ચોરી સોસાયટીના ઓફિસમાં પ્રવેશ કરી મકાનોના દસ્તાવેજા, ઉઘરાણીની રસીદબુક, સીસીટીવી કેમેરા, ડીવીઆર વગેરે મળી કુલ રૂપિયા ૬૫ હજારની ચોરી કરી તસ્કરો ભાગી છૂટ્યા હતા.
સીંગણપોર ડભોલી લીંક રોડ સ્થિત ક્રિષ્ણા રો હાઉસમાં રહેતા ભરતકુમાર સોમાલાલ રાવલ હીરાના કારખાનામાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તા. ૨૮મી જાન્યુઆરીના રોજ ભરતકુમારે પોતાની જીજી-૦૫-ઍલઍન-૪૭૮૪ નંબરની બાઇક સોસાયટીના કોમન પ્લોટમાં પાર્ક કરી હતી. તે દરમિયાન રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને તસ્કરોઍ કોમન પ્લોટમાં પાર્ક કરેલી બાઇકનો લોક ડુપ્લીકેટ ચાવી વડે ખોલી નાંખ્યો હતો. ત્યારબાદ કોમન પ્લોટ પર આવેલી સોસાયટીની ઓફિસની બારી તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઓફિસમાંથી સીસીટીવી કેમેરા, ડીવીઆર, ટીવી, મકાનોના દસ્તાવેજાની ઝેરોક્સ, ઉઘરાણીની રસીદ બુક વગેરે મળી કુલ રૂપિયા ૬૫ હજારની ચોરી કરી બાઇક ઉપર બેસી ભાગી ગયા હતા. આ બનાવ સંદર્ભે ભરત કુમારે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.