
સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં બીઆરટીઍસ અને સીટી બસોમાં લોકો મોટી સંખ્યામાં મુસાફરી કરી રહ્ના છે પરંતુ અમુક વિસ્તારોમાં બસની સેવા ઓછી હોવાને કારણે લોકો બસોમાં ખીચોખીચ ભરીને જતા હોવાનો દ્રશ્યો સામે આવી રહ્ના છે અને કેટલાક બનાવોમાં અકસ્માતો લોકો નીચે પડી જતાં હોવાના બનાવો જાવા મળી રહ્ના છે. આવા જ સરથાણા-કામરેજ રૂટ પર મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરે છે. જો કે ઓછી બસના કારણે લોકોને મુંબઈની લોકલમાં મુસાફરી કરતાં હોય તેવો અહેસાસ થઈ રહ્ના છે. લોકો જોખમ ખેડીને પ્લેટફોર્મ પર ઉભા રહે છે અને મુસાફરી કરતાં હોવાની ફરિયાદ ઉઠી છે.
સરથાણાથી કામરેજ જવા વાળો વર્ગ ખૂબ જ મોટો છે ખાસ કરીને સૌરાષ્ટ્રવાસીઓ વરાછા સરથાણાથી હવે કામરેજ તરફ ખૂબ મોટી સંખ્યામાં રહેઠાણ માટે પણ સ્થાયી થયા છે. તેમજ કામકાજ અર્થે કામરેજથી સરથાણા, વરાછા તરફ જવાનો રસ્તો પણ વધુ ઉપયોગમાં આવી રહ્ના છે. મધ્યમ અને ગરીબ વર્ગના લોકો જેવોની પાસે પોતાનું ખાનગી વાહન નથી. ઍવા લોકો મોટાભાગે સીટી બસનો ઉપયોગ કરતા હોય છે. પરિણામે આ રૂટ ઉપર ખૂબ જ મુસાફરોનો ઘસારો જોવા મળી રહ્ના છે. સિટી બસ અને બીઆરટીઍસ બસના અકસ્માત છાસવારે થતા હોવાના કિસ્સાઓ સામે આવતા રહે છે. છેલ્લા થોડા સમયથી તો સિટી બસમાં આગ લાગવાની ઘટનાઓ પણ સતત બની રહી છે. આવી સ્થિતિમાં જો ખૂબ મોટી સંખ્યામાં પશુઓની માફક મુસાફરો સંખ્યા કરતાં વધુ બસોમાં પ્રવાસ કરતા હોય અને તે દરમિયાન જો કોઈ ઘટના બને તો મોટી જાનહાનિ પણ થઈ શકે છે. અનાયાસે ઍવી કોઈ ઘટના બની જાય તો ઍના માટે જવાબદાર કોણ હશે અને તેની જવાબદારી કોણ સ્વીકારશે તે ઍક મોટો પ્રશ્ન છે. ડેપ્યુટી કમિશનર કમલેશ નાયક ઍ જણાવ્યું કે હાલ અમે સરથાણાથી કામરેજ તરફ વધુ બસો દોડાવી રહ્ના છે. શહેરના ત્રણ રૂટને અમે આઈડેન્ટિફાઇડ કર્યા છે જે આ મુસાફરોની સંખ્યા વધુ જણાઈ આવી છે તે રૂટ ઉપર હવે વધારાની બસો દોડાવવાનું નક્કી કરાયું છે. સાથે સાથે જે નવી ઈ – બસો આવી રહી છે. તે બસો પણ જે જે રૂટ ઉપર મુસાફરોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્ના છે ત્યાં આગળ દોડાવવામાં આવશે