જુનિયર ક્લાર્કની પરીક્ષાનુ પેપર લીક થવાની ઘટનાને લઈને સમગ્ર રાજ્યમાં તેનો વિરોધ જાવા મળી રહ્ના છે. સરકારની નાકામીની વચ્ચે વધુ ઍક પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા આપનાર ઉમેદવારોમાં રોષ જાવા મળી રહ્ના છે. સોમવારે સુરત કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી, છાત્ર સંઘર્ષ સમિત અને ઍનઍસયુઆઈ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીઓ સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ નોધાવ્યો હતો.
સરકારના પંચાયત વિભાગની રવિવારે જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફુટી જતાં સરકાર દ્વારા સરકાર દ્વારા પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. જેને લઇને ગ્રામી વિસ્તારમાં આવેલા ૬૩૭૫૦ વિદ્યાર્થીઓઍ સુરતમાં અટવાયા હતા. જાકે, પોલીસે ઇચ્છાપોર ગાયત્રી સોસાયટીમાં રહેતો નરેશ મોહંતી નામના યુવકની ધરપકડ કરી હતી. શહેરના ૧૮૭ કેન્દ્રો પર આ પરીક્ષા યોજાવાની હતી. પરંતુ પરીક્ષા રદ થતાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ પેપર લીકને કારણે સરકાર ઉપર માછલા ધોવાઈ રહ્ના છે. સોમવારે સુરત શહેરમાં આમ આદમી પાર્ટી, છાત્ર સંઘર્ષ સમિતિ અને ઍનઍસયુઆઈ દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિવિધ બેનરો સાથે નારાબાજી કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર આપીને પેપર લીક કાંડમાં સંડોવાયેલા તમામ આરોપીઓને સખત સજા થાય અને આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે તેવી માંગણી કરવામાં આવી છે. વહેલી તકે આ પરીક્ષા લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.