
વરાછા વિસ્તારમાં ભૂરી ડોનથી કુખ્યાત હતી તેમાં વધુ ઍક યુવતી દ્વારા યુવાનને ફટકારવાનો વિડીયો શહે૨માં વાયરલ થયો હતો. તેમાં રામુ બાડા નામના યુવાનને નાલંદા સ્કૂલ પાસે ભાવના ઉર્ફે ભાવલી નો વિડીયો વાયરલ થયો હતો.દરમિયાન લોકોઍ આ વિડીયો ભૂરીનો હોવાની વાત ઉડાડી હતી, પરંતુ આ વિડીયો ભૂરીનો નહીં પરંતુ ભાવલીનો હોવાની વાત કાપોદ્રા પોલીસ દ્વારા કરવામાં આવી છે.
કાપોદ્રા પોલીસ દ્વારા ભાવલીની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. તેમાં ભાવલી જેને ફટકારી રહી છે તે તેનો મિત્ર રામુ બાડો હોવાની વાત પોલીસે જણાવી હતી. પોલીસે આ લોકોઍ નશાની ચકચૂર હાલતમાં હાથાપાઇ કરી હોવાની શંકા વ્યક્ત કરી છે.દરમિયાન મોડી રાત્રે પોલીસે ભાવલીની પૂછપરછ હાથ ધરી હોવાની વિગત જાણવા મળી છે. સૌરાષ્ટ્ર વિસ્તાર અગાઉ ભૂરીના નામથી વિવાદીત હતો, તેમાં વધુ ઍક ડોન યુવતીનો ઉમેરો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.