ડિંડોલી વિસ્તારની શ્રીનાથનગર સોસાયટી માંથી રમતી વખતે ગુમ થયેલા બાળકને પોલીસે ગણતરીના કલાકમાં શોધી પરિવાર ને કબ્જો સોંપ્યો હતો.
ડિંડોલી વિસ્તારની શ્રીનાથનગર સોસાયટી માં રહેતા સુરજ જયસિન બીન્ડ શનિવારે ઘર પાસે થી રમતી વખતે ગુમ થયો હતો પરિવાર દ્વારા શોધખોળ કરવા છતાંયે કોઇ પત્તો ન લાગતાં આખરે પોલીસ માં ફરિયાદ કરી હતી.પીઆઇ આર.જે ચુડાસમા અને ઍસ.ઍમ પઠાણઍ બનાવ ની ગંભીરતા થી લય સર્વેલન્સ સટાફના પીઍસઆઇ હરપાલસિંહ માસણી ઍ અલગ અલગ ટીમો બનાવી બનાવની જગ્યા રૂટ મેપ તેમજ સીસી ટીવી કેમેરાના ફૂટેજ થતા ટેકનિકલ સર્વેલન્સ આધારે તપાસ શરૂ કરી હતી જેમાં હેડ કોન્સ્ટેબલ દિવ્યેશ હરીશભાઈ,અરુણભાઈ તથા મહેન્દ્રભાઇ ફકીરાભાઇ ની ટીમને બાળક રમતા રમતા ઉધના રેલવે સ્ટેશન પહોંચી ગયો હતો અને હઝરત નિઝામુદ્દીન ટ્રેનમાં બેસી રાત્રે વડોદરા રેલવે સ્ટેશન પહોંચેલા છે. જે માહિતીના આધારે ત્યાંની જીઆરપી પોલીસે નજર પડતા સૂરજ ટ્રેને માંથી ઉતારી ચાઇલ્ડ હેલ્પ ડેસ્ડ ટીમ મારફતે સુરજ ને દેખરેખ રાખવા કબ્જો સોંપ્યો હતો.જેથી પીઍસઆઇ હરપાલસિંહ માસણી ઍ વડોદરા ચાઇલ્ડ કેર ટીમ નો સંપર્ક કરી ખાતરી કરી સૂરજ નો કબ્જો મેળવી તેના વાલી ને સહી સલામત સોંપ્યો હતો.