
પાલ ગેલેક્ષી સર્કલ સ્થિત વિક્ટોરીયા શોપીંગ સેન્ટરમાં ત્રાટકેલા તસ્કરો ટ્રાવેલ્સ અને શેર ટ્રેડરની ઓફિસને નિશાન બનાવી આખે આખું લોકર સહિત કુલ રૂ. ૧.૮૦ લાખની મત્તા ચોરીને રફુચક્કર થઇ ગયા હતા.
અડાજણ સૂર્યમ રેસીડન્સી સામે સાંઇ રચના સોસાયટીમાં રહેતા ૨૪ વર્ષિય ધ્રૃવ જીવરાજ વિઝુંડા પાલ રોડ ગેલેક્ષી સર્કલ નજીક વિક્ટોરીયા શોપીંગ સેન્ટરમાં ટ્રાવેલ્સ ઍસ કેપ પ્રા. લિમીટેડ નામની ઓફિસ ધરાવે છે.સોમવારે મોડી રાતે તસ્કરો વિક્ટોરીયા શોપીંગ સેન્ટરમાં ત્રાટકયા હતા. તસ્કરોઍ ટ્રાવેલ્સ ઍસ કેપ પ્રા. લિમીટેડ નામની ઓફિસની પાછળની કાચની બારીમાંથી અંદર પ્રવેશી રોકડા રૂ. ૧.૫૦ લાખ મુકેલા આખેઆખું લોકર ચોરી કર્યુ હતું. ઉપરાંત બાજુમાં શેર ટ્રેડીંગનો ધંધો કરતા મુક્તાર નિશાદની ઓફિસને પણ નિશાન બનાવી હતી. કાચની બારીમાંથી અંદર પ્રવેશી રૂ. ૩૦ હજાર મળી કુલ રૂ. ૧.૮૦ લાખની મત્તા ચોરીને તસ્કરો રફુચક્કર થઇ ગયા હતા. આ ઘટના અંગે ધ્રૃવ જીવરાજ વિઝુંડાઍ અડાજણ પોલીસ મથકમાં ચોરીની ફરીયાદ નોંધાવી હતી.પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.