સુરત પાલિકા દ્વારા તાપી નદીના કિનારે રિવર ફેઝ પર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ બનાવ્યા છે તે લેવા માટે લોકો ઉતાવળા બન્યા છે. પાલિકા આ જગ્યાઍ ૪૦૮ આવાસ બનાવી રહી છે. તેના માટે અત્યાર સુધીમાં ૭૪૭૮ લોકોઍ ફોર્મ ભરી દીધા છે પરંતુ આ આવાસ માટે લોકોની ડિમાન્ડ વધુ હોવાથી પાલિકાઍ ફોર્મ ભરવા માટેની મુદતમાં ૧૫ દિવસનો સમય લંબાવ્યો છે.૨૦ હજારનો ડીમાન્ડ ડ્રાફટ સહીતના જરૂરી પુરાવા સાથેનું ફોર્મ અરજદારે ૧૫ ફેબ્રુઆરી સુધી જમા કરાવવાનું રહેશે
સુરત પાલિકાના વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટમાં ૧૫ હજારથી વધુ આવસો બનાવવા માટેની જોગવાઇ કરવામાં આવી છે. ઘર વીહોણા લોકો માટે ઘર આપવાની વિવિધ યોજનામાં અત્યાર સુધીમાં હજારો લોકોને ઘરની ફાળવણી કરવામાં આવી છે. સુરત પાલિકાના રાંદેર ઝોનમાં અડાજણ ફાયર સ્ટેશન નજીક અને ઈન્કમટેક્ષ ઓફિસની પાછળ આવેલા સુરત પાલિકાની જગ્યા પર વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત ૪૦૮ આવાસ બનાવવાની કામગીરી કરી રહી છે.પાલિકાઍ ૪૦૮ આવાસ માટે લોકો પાસે અરજી મંગાવવાનું શરુ કર્યું હતું. પાલિકાઍ ૩૧ જાન્યુઆરી સુધી ફોર્મ મંગાવવાનું શરૂ કર્યું હતું. ૩૧ ડિસેમ્બર સુધીમાં સુરત શહેરમાંથી ૭૪૭૮ લોકોઍ આવાસ મેળવવા માટે અરજી કરી દીધી હતી. પરંતુ આ આવાસ માટે લોકોનો ભારે પ્રતિસાદ જોતાં પાલિકાઍ આવાસ મેળવવા માટે ફોર્મ ભરવાની તારીખ ૧૫ ફેબ્રુઆરી સુધી લંબાવી છે. જેના કારણે ૮૦૪ આવાસ માટે અનેક લોકો અરજી કરી શકે છે.આ આવાસ મેળવવા માટે અરજદારે ફોર્સ સાથે ૨૦ હજારનો ડીમાન્ડ ડ્રાફટ સહીતના જરૂરી પુરાવા સાથેનું ફોર્મ અરજદારે ૧૫ ફેબ્રુઆરી સુધી જમા કરાવવાનું રહેશે .પાલિકા દ્વારા ફોર્મ વિતરણ કામગીરી બાદ ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને માન્ય થયેલા ફોર્મમાંથી ડ્રો કરીને આવાસની ફાળવણી કરવામાં આવશે.