ઉત્રાણમાં રહેતા ટેક્ષ કન્સલટન્ટ પાસેથી હીરાના ધંધા માટે તેમજ ભાઈને પોલીસે ખોટી રીતે ફસાવ્યો છે તેમ કહી તેને છોડાવવા રૂ.૬૬.૨૫ લાખ લઈ પરત નહીં કરનાર સુરત પોલીસના ડ્રગ્સ વિરુદ્ધના મેગા ઓપરેશનમાં ઝડપાયેલા પ્રજ્ઞેશ ઠુંમરના વકીલ ભાઈ અને તેના પિતાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
સુરત પોલીસના સવા બે વર્ષ અગાઉના ડ્રગ્સ વિરુદ્ધના મેગા ઓપરેશનમાં ઝડપાયેલા પ્રજ્ઞેશ ઠુંમરના વકીલ ભાઈ નિકુલ અને હીરાનો વેપાર કરતા પિતા પ્રવિણભાઈઍ મૂળ અમરેલીના લીલીયાના હરીપરના વતની અને હાલ ઉત્રાણ વીઆઈપી સર્કલ મારવેલ લકઝરીયામાં રહેતા ટેક્ષ કન્સલટન્ટ મયુર વિનુભાઈ મકાણી પાસેથી હીરાના ધંધા માટે તેમજ ભાઈને પોલીસે ખોટી રીતે ફસાવ્યો છે તેમ કહી તેને છોડાવવા રૂ.૬૬.૨૫ લાખ લઈ પરત નહીં કરતા ક્રાઈમ બ્રાન્ચે અરજીના આધારે ગતરોજ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.ક્રાઈમ બ્રાન્ચે આ ગુનામાં ભાવનગર મહુવા તાલુકાના દુધાળા ગામના વતની હાલ વરાછા, લંબે હનુમાન રોડ માતાવાડી રંગઅવધુત સોસાયટીમા રહેતા વકીલ નિકુલ પ્રવિણભાઇ ઠુમ્મર અને તેના હીરા વેપારી પિતા પ્રવિણભાઇ પ્રાગજીભાઇ ઠુમ્મરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.