નાણામંત્રી નિર્મલા સીતારમણે ૨૦૨૪માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલા છેલ્લું બજેટ રજૂ કર્યું. બજેટમાં સરકારની જાહેરાતોને કારણે કેટલીક વસ્તુઓ મોંઘી તો કેટલીક વસ્તુઓ સસ્તી થઈ છે. સિગારેટ, સોનું અને ચાંદી મોંઘા થશે,જ્યારે રમકડાં અને મોબાઈલના પાર્ટસ સસ્તા થશે. જો કે, ઍવા ઘણા ઓછા ઉત્પાદનો છે જે સસ્તા અથવા મોંઘા હશે. આનું કારણ ઍ છે કે ૨૦૧૭ બાદથી મોટા ભાગની ચીજોની કિંમત ગુડ્સ ઍન્ડ સર્વિસ ટેક્સ માં વધારો અથવા ઘટાડા પર આધાર રાખે છે, જેને જીઍસટી કાઉન્સિલ દ્વારા નક્કી કરાય છે.
આગામી દિવસોમાં મોબાઈલ ફોન ખરીદવો સસ્તો થઈ શકે છે અને ચાંદી ખરીદવી મોંઘી. આવું ઍટલા માટે કારણ કે માબાઈલ ફોન પાર્ટ પર ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને ચાંદી પરની ડ્યુટીમાં વધારો કરાયો છે.નાણામંત્રીઍ બજેટ ભાષણ દરમિયાન જાહેરાત કરી હતી કે રમકડાં પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને ૧૩ ટકા કરી દેવામાં આવી છે. ઍટલે કે હવે રમકડાં સસ્તા થશે. આ સાથે ઈલેક્ટ્રોનિક વાહનોમાં વપરાતી બેટરી પરથી કસ્ટમ ડ્યૂટી દૂર કરવામાં આવી હતી અને મોબાઈલ ફોનમાં વપરાતી લિથિયમ બેટરી પર કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવી છે અને આ બેટરીઓ પણ સસ્તી થશે.