નાણાંમંત્રીઍ બજેટમાં સિનિયર સિટિઝન અને મહિલાઓ માટે બચત યોજનાનું ઍલાન કર્યું છે. બે વર્ષ માટે આ યોજનાનો લાભ ઉઠાવી શકાશે. તેમણે કહયુ કે, માર્ચ ૨૦૨૫માં બે વર્ષની આ અવધી પૂર્ણ થશે. માર્ચ ૨૦૨૫ સુધી મહિલાઓ બે લાખ રૂપિયા સુધી મહિલા બચત પત્ર ખરીદી શકશે. તેના પર ૭.૫ ટકા વાર્ષિક દરથી વ્યાજ આપવામાં આવશે.
જરૂરત પડ્યે આ રકમથી આંશિક નિકાસ પણ કરી શકાશે. તે ઉપરાંત સિનિયર સિટીઝનો માટે ૧૫ લાખની લિમિટને વધારીને ૩૦ લાખ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.૫૦ પ્રવાસન સ્થળોની ઓળખ કરવામાં આવશે. સંપૂર્ણ પેકેજ સ્વરૂપે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસનને વિકસાવવામાં આવશે. રાજ્યોની રાજધાનીમાં યુનિટી મોલ શરૂ કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે. આ નિર્ણથી ડિસ્ટ્રિક્ટ, વન પ્રોડક્ટ અને હેન્ડીક્રાફ્ટ પ્રોડક્ટને પ્રોત્સાહન મલશે.