
સુરતની ઍક હોસ્પિટલમાં ૪૪ વર્ષીય મહિલા દર્દીનું કોથળીનું ઓપરેશન કરી ૨૨હૃ૨૦હૃ૧૬ સેન્ટીમીટર અને ૪ કિલોગ્રામ વજનની ગાંઠ કાઢી સફળ ઓપરેશન કરી દર્દીને નવજીવન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત દર્દીને બ્લડપ્રેશર અને પેરાલીસીસની પણ બીમારી હોવાથી આ ઓપરેશન ખુબ જ ગંભીર હોવાનું હોસ્પિટલ દ્વારા જણાવ્યું હતું.
સુરતમાં સુરત ડાયમંડ ઍસોસિઍશન આરોગ્ય સમિતિ સંચાલિત ડાયમંડ હોસ્પિટલમાં તા. ૩૦ જાન્યુઆરીના રોજ ઍક ૪૪ વર્ષીય મહિલા દર્દીનું કોથળીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. તબીબોઍ ૪ કિલોગ્રામ વજનની ગાંઠ કાઢી હતી.ડોક્ટરો માટે પણ આ સર્જરી ખૂબ જ ગંભીર હતી કારણ કે દર્દીને અન્ય બીમારીઓ પણ હતી. દર્દીને પેરાલીસીસ અને બ્લડપ્રેશરની પણ બીમારી હતી. જેને કારણે સર્જરી કરવી પણ ઍક મોટો પડકાર હતો. ડોક્ટરોના કહેવા મુજબ સર્જરી ખૂબ જ સફળ થઈ છે અને આ પ્રકારની બીમારીઓ હોય ત્યારે ઓપરેશન કરવું પણ મુશ્કેલ થઈ જતું હોય છે પરંતુ અમારી આખી ટીમને ખૂબ જ સારી રીતે સફળ સર્જરી કરી અને દર્દીની ગાંઠ કાઢીને સફળ સારવાર કરી છે.