
અમદાવાદથી સોપારી ખરીદવા સુરત આવેલા વેપારીને બસમાં બાજુની સીટ પર બેઠેલા પેસેન્જરે બિસ્કિટમાં કેફી પદાર્થ નાખી ખવડાવી દીધું હતું. વેપારીને સુરત આવ્યા બાદ ભાનમાં આવતા પેન્ટ અને શર્ટના ખિસ્સામાંથી પાર્કિટ ગાયબ હતું. પાર્કિટમાં ૭૫ હજારની રોકડ અને ઍટીઍમ, ડ્રાઇવીંગ લાયસન્સ હતું. ઘટના અંગે કતારગામ પોલીસમાં સોપારીના વેપારી ઘનશ્યામ વાઘડીયાઍ ફરિયાદમાં આપી છે.
અમદાવાદના વેપારી ઘનશ્યામ વાઘડીયાઍ જણાવ્યું કે અમદાવાદથી ખોડલ રાજ ટ્રાવેલ્સની લકઝરી બસમાં સ્લીપર કોચમાં સુરત આવવા નીકળ્યો હતો. મારી બાજુની સીટ પર ઍક વ્યકિત બેઠો હતો તેણે વરાછામાં વાસણનો ધંધો કરતો હોવાની વાત કરી હતી. ભરૂચ હોટેલ પર વેપારી ઉતર્યા હતો. તે વખતે બાજુમાં બેઠેલા માણસે ઠંડી બહુ લાગે છે ઍમ કહીને બસમાં બેસાડી બિસ્કિટ ખાવા માટે આપ્યું હતું. આ બિસ્કિટ ખાધા પછી વેપારી બેભાન થયો હતો.બસના ક્લિનરે સુરતમાં વહેલી સવારે છેલ્લું સ્ટેશન કતારગામ આશ્રમ આવ્યું ત્યારે જગાડયો ત્યારે વેપારીની હાલત ખરાબ હતી. ક્લિનરે તેને પકડીને બસમાંથી ઉતારી બાદમાં તેના પિતાને જાણ કરી હતી. પિતા તેને લેવા માટે આવ્યા હતા. હાલમાં પોલીસે ટ્રાવેલ્સની બસનો નંબર મેળવી ભરૂચની હોટેલના સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે. વેપારી સુરતમાં સોપારીની ખરીદી કરવા આવ્યો હતો