સન ૨૦૧૭ માં સુરત થી ઉતરાણ વચ્ચે રેલવે પાટા ઉપર લોખંડ અને લાકડાના બાંકડા મૂકી ટ્રેન ઉઠલાવી પાડવાનો પ્રયાસ કરવાના પ્રકરણમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે ઓરિસ્સાïના ગંજામ જીલ્લામાંથી મુખ્યા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. અગાઉ આ કેસમા ચાર આરોપીઓ પકડાય ગયા હતા. હજુ પણ ૨૮ આરોપીઓ પકડવાના બાકી છે.
સુરત પોલીસ કમિશનર દ્વારા નાસતા ભાગતા આરોપીઓને પકડી પાડાવા માટે સુરત ક્રાઈમ બ્રાન્ચને સૂચના આપી હતી જેથી સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્રારા અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને પકડવા માટે વર્કઆઉટની કામગીરી શરૂ કરી છે.તે દરમ્યાન સુરત ક્રાઇમને બાતમી મળી હતી કે ૨૮-૧૨-૨૦૧૭ના રોજ રાત્રિના સમયે સુરત થી ઉતારાણ વચ્ચે રેલવે પાટા ઉપર લોખંડ અને લાકડાના બાંકડા મુકી ટ્રેન ઉઠલીવી પડવાના પ્રયાસમાં અને ગાંજાના કેસમા વોન્ટેડ આરોપી ઓરિસ્સા ગંજામ જિલ્લામાં ફરી રહયો છે. આ હકીકતના આધારે ડીસીબીની ઍક ટીમ ત્યાં પહોચી ગઇ હતી. ત્યાર બાદ પોલીસે વોચ ગોઠવી ઓરિસ્સા ગંજામ જિલ્લાના કોદરા ગામમાં રહેતો ૨૮ વર્ષે સચિત ઉર્ફે દિલીપ અરકીત પાંડીને ઝડપી પાડ્યો હતો. ડીસીબીઍ તેની પુછપરછ કરતા તેણેજણાવ્યું હતું કે ઍ.કે. રોડ અશોક નગર ઝુપડપટ્ટીમાં પોતાના સાથી મિત્રો સાથે મળી ગાંજાનો ધંધો કરતો હતો.ઓકટોબર ૨૦૧૬મા ઓરિસ્સાથી ૧૦૦ કિલો ગ્રામ ગાંજાનો જથ્થો વેચાણ માટે લાવી રૂમ નંબર ૧૧૧માં સંતાડી દીધો હતો.પરંતુ વરાછા પોલીસે રેડ મારી ગાંજાનો જથ્થો પકડી પાડયો હતા.ત્યારબાદ ફરી ઍકવાર નવેમ્બર ૨૦૧૬મામ ઓરિસ્સાથી ૧૫૦ કિલોગ્રામ ગાંજાનો જથ્થો મંગાવી રૂમમા સંતાડી દીધો હતો. પરંતુ વરાછા પોલીસે રેડ કરી તે પણ પકડી પાડયો હતો. આમ તેના વિરૂધ્ધ વરાછામા બે ગુના નોîધાયા હતા.જેથી પોલીસ પુછપરછમા સંદિપે કબુલાત કરતા જણાવ્યુ હતુ કે રેલવે પટરી પાસે આવેલી ઝુપડપટ્ટીમા ઓરિસ્સાવાસી રહેતા હોય અને છુટકમા દારૂ અને ગાંજાનો વેચાણ કરતા હતા.પરંતુ પોલીસે રેડ મારી ગાંજા જથ્થો પકડી પાડતા પોતાની ધાક જમાવવા માટે નવેમ્બર ૨૦૧૭માં રાત્રિના સમયે પોતાના મિત્રો અને વતનની રહીશો સાથે મળી રેલવે પટરી પર લોખંડ અને લાકડાના બાકડા ઉંચકી લાવી સુરત થી ઉતારણ તરફ જતી રેલવે લાઇનના પાટા ઉપર મુકી ટ્રેનને ઉથલાવી પાડવાનો પ્રયાસ કર્યો હતો.સંદીપ આ બંને ગુના અને ટ્રેન ઉઠલાવા પ્રયાસમાં ગુનામા નાસ્તો ફરવા નાસ્તો ફરતો હોવાથી પોલીસે સીઆરપી કલમ ૭૦ મુજબનું વોરંટ કાઢયુ હતુ.તેમજ તેના ઉપર ઇનામની પણ જાહેરાત કરવામાં આવી હતી પોલીસ દ્વારા પાંચ વર્ષ બાદ આરોપીને ઝડપી પાડી પાંજરે પુર્યો છે.