કતારગામ ધનમોરા ચાર રસ્તા ખાતે આવેલી અશોક નગર સોસાયટીમાં રહેતા અને કાપડ ધંધો કરતા ઍક વેપારી સાથે રૂપિયા ૧૨.૪૮ લાખની છેતરપિંડી થયા હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાય છે
કતારગામ ધનમોરા ચાર રસ્તા સ્થિત અશોકનગરમા રહેતા ધર્મેશભાઈ નીમજીભાઇ પટેલ પોતાના ઘરમાં જ ગોપીનાથ ફેશન નામથી વ્યાપાર કરે છે દોઢ વર્ષ પહેલા કાપડ દલાલી કરતા હિતેશ કાનજી વઘાસિયા ઉર્ફે શ્રવણ અવાર નવાર ધર્મેશભાઈ ની ઓફિસે આવ્યા કરતો હતો .જેથી ધર્મેશભાઈ સાથેના ધંધાકીય વ્યવહારનો હિતેશે લાભ લઇ મોટા વરાછા સુદામા ચોક ખાતે આવેલા રીવર હાઇટ્સમા રહેતા અને રિંગ રોડ મિલેનિયમ માર્કેટ ઍન્જલ ક્રિઍશન નામથી ચણીય ચોળીનો ધંધો કરતા લાલજીભાઈ અમરશીભાઈ માવાણી અને તેના પિતા અમરશીભાઈ ગોવિંદભાઈ માવાણી નામના વેપારીઓને હિતેશ ધર્મેશભાઇની ઓફિસે લાવ્યો હતો. ત્યારબાદ તેમની સાથે વેપાર કરશો તો સારો ઍવો નફો મળશે તેવી લલચામણી વાતો કરી ધર્મેશભાઇને પોતાના વિશ્વાસમા લીધા હતા. ધર્મેશભાઈ હિતેશને ઓળખતા હોવાથી બંને પિતા-પુત્રને તારીખ ૨૩ -૧૧ -૨૦૨૧ થી ૨૪- ૧૨ -૨૦૨૧ દરમ્યાન રૂ.૧૨.૪૮ લાખનો ઉદાર ચણીયાï-ચોળીનો માલ આપ્યો હતો. પરંતુ વેપારીઓઍ ૬૦ દિવસમાં પૈસા ન ચૂકવતા ધર્મેશભાઈ ઉઘરાણી શરૂ કરી હતી .પરંતુ વેપારીઓ અને દલાલ આ ઉઘરાણીથી કંટાળી જઇ ધર્મેશભાઇને જણાવ્યુ હતુ કે હવે પછી ઉઘરાણી કરશો તો તમારા હાથ-પગ તોડાવી નાખીશુ તેમ કહી ધાકધમકી આપી પૈસા ચૂકવ્યા ન હતા.જેથી ધર્મેશભાઈઍ કતારગામ પોલીસ મથકમા ફરયિદ નોîધાવી હતી.પોલીસે ત્રણેય જણાï સામે ગુનો નોîધી તપાસ હાથ ધરી છે