
પાંડેસરા હરિઓમ નગરમાં આવેલા ઍક કારખાનામાં પરપ્રાંતિય યુવકની કરપીણ હત્યા કરવામાં આવતા પોલીસ દોડતી થઈ છે. પોલીસે ઘટનાસ્થળેથી હત્યા કરાયેલી લાશ કબજે લઇ પીઍમ અર્થે સીવીલમાં મોકલી આપી છે. કાપડની અંદર લોહીલુહાણ હાલતમાં યુવકની લાશ લપટાયેલી હતી.
પાંડેસરા વિસ્તારમાં આવેલ હરિઓમનગરમાં લુમ્સના કારખાના ચાલે છે. સવારના સમયે ઍક લુમ્સના કારખાનામાં રોહિત રાજપૂત નામના યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવતા અન્ય કામદારોમાં ડરનો માહોલ જાવા મળ્યો હતો. પાંડેસરા પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે કારખાનામાંથી કપડામાં વિંટાયેલી લોહીલુહાણ હાલતમાં લાશ કબજે કરી પીઍમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આપી હતી. પોલીસે તપાસ કરતા મૃતક રોહિત દસ દિવસ પહેલા નોકરીઍ લાગ્યો હતો. હત્યા પાછળ અંગત અદાવત કે પૈસા લેતીદેતી હોવાની શક્યતા જણાઈ રહી છે. રોહિતને કદાચ તેના ઓળખીતા માર્યા હોવાની આશંકા દેખાઈ રહી છે.