અમરોલી કોસાડ આવાસમાં ગેરકાયદેસર રીતે ગેસના બાટલમાંથી અન્ય બાટલામાં રીફલીંગ કરતા હોવાની બાતમીના આધારે પોલીસે રેડ મારી હતી. પોલીસે બે સ્થળો પરથી આઠ બાટલા કબજે કરી બેની ધરપકડ કરી છે.
અમરોલી પોલીસને બાતમી મળી હતી કે, અમરોલી કોસાડ આવાસમાં ગેરકાયદેસર રીતે ગેસના બોટલમાંથી રીફલીંગની કામગીરી ચાલી રહી છે. જ્વલનશીલ પદાર્થ હોવાને કારણે મોટી દુર્ઘટના ઘટી શકે છે. આ હકીકતના આધારે પોલીસે કોસાડ આવાસમાં છાપો માર્યો હતો. ત્યાં રહેતો ગોપાલ પ્રભુ ચરમકાર અને રવિશંકર સરજુપ્રસાદ વર્મા નામના બે વેપારીઓ ગેરકાયદેસર રીતે રીફલીંગ કરતા રંગેહાથ પકડાઈ ગયા હતા. આ બંને વેપારીઓ પોતાના આર્થિક ફાયદા માટે ઍલ્યુમીનીયમની પાઇપથી અન્ય બોટલમાં ગેસ ભરી લોકોને ગેસનો બોટલ વેચતા હતા. પોલીસે બંને સ્થળો પરથી આઠ ગેસના બોટલો કબજે કરી બંને વિરુદ્ધ ગુનો નોધી તપાસ હાથ ધરી છે.