
ઉધના સાઉથ ઝોનમાં શહેરી વિકાસ વિભાગમાં આસીસ્ટન્ટ ઇજનેર તરીકે નોકરી કરતા ઍક કર્મચારીને પાલિકાના લાઇસન્સ ધારક પ્લમ્બર દ્વારા જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોધાઈ છે.
મોરાભાગળ ભાણકી સ્ટેડિયમની પાસે સીટી હોમ્સમાં રહેતા રમીજરાજા યાસ્મીન મુનશી ઉધના સાઉથ ઝોનના શહેરી વિકાસ વિભાગમાં આસીસ્ટન્ટ ઇજનેર તરીકે નોકરી કરીï પરિવારનું ગુજરાન ચલાવે છે. તારીખ ૧લી ફેબ્રુઆરીના રોજ રમીજરાજા ફિલ્ડનું કામ પૂર્ણ કરી સાંજના સમયે પોતાના ઓફિસમાં બેઠા હતા. ત્યારે ગોપીપુરા મોમનાવાડમાં રહેતો અને પાલિકાના લાઇસન્સ ધારક પ્લમ્બર અશરફખાન હમીદભાઈ પઠાણ રમીજરાજા પાસે આવ્યો હતો. ત્યારબાદ તમે મારું કામ કરતા નથી તેમ કહી ગાળો આપી હતી. પરંતુ રમીજરાજાઍ ગાળો આપવાની ના પાડતા અશરફખાન ઉશ્કેરાઈ ગયો હતો અને તું મને ઓળખતો નથી, હું તારી નોકરી ખાઈ જઈશ, ઍસીબીમાં ફરિયાદ કરીને તને ફસાવી દઇશ ઍવી ધાકધમકી આપી હતી. પરંતુ ઍસઍમસીનો અન્ય સ્ટાફ અને માર્શલો આવી જતાં અશરફખાનને નીચે લઇ ગયા હતા.તે દરમિયાન અશરફ ખાને ધમકી આપી હતી કે, અત્યારે તો બચી ગયો છે ઓફિસની બહાર મળશે ત્યારે તારા હાથ પગ તોડી નાંખીશ, તને જીવતો નહીં રહેવા દુ તેવી ધમકી આપી હતી. આ ધમકી બાદ રમીજરાજાઍ કાર્યપાલક ઇજનેર સુજલકુમાર પ્રજાપતિને જાણ કરી હતી. ત્યારબાદ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.