
ખટોદરા રક્તદાન કેન્દ્રની પાછળ રણછોડનગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં દારૂની કાર્ટિંગ કરતી વખતે પીસીબીઍ છાપો મારતા બુટલેગરો ભાગી ગયા હતા પરંતુ ત્રણ ખેપીયાઓ પકડાઈ ગયા હતા. પોલીસે દારૂના જથ્થો, બે ટેમ્પા, મોબાઇલ મળી કુલ રૂપિયા ૯.૦૪ લાખની મતા કબજે કરી છે. જ્યારે દારૂનો જથ્થો આપનાર અને મંગાવનાર ઍક બુટલેગરોને પીસીબીઍ વોન્ટેડ જાહેર કરી ખટોદરા પોલીસને તપાસ સોપી છે. જાકે, બુટલેગરો પ્લાસ્ટિકની દાણાની ગુણોની આડમાં દારૂનો જથ્થો લાવ્યા હતા.
પીસીબીને બાતમી મળી હતી કે, ખટોદરા રક્તદાન કેન્દ્રની પાછળ રણછોડનગર ઇન્ડસ્ટ્રીયલના ખાતા નંબર ૨૮ની સામે ખુલ્લી જગ્યામાં બુટલેગરો દ્વારા દારૂની કાર્ટિંગ કરવામાં આવી રહી છે. આ હકીકતના આધારે પીસીબી છાપો માર્યો હતો. ત્યારે લાલ ગેટ સૈયદપુરા મેઇન રોડ પર રહેતો ચંદ્રકાંત બાબુ ઢીમ્મર, દમણ અશોકભાઈની બિલ્ડીંગમાં રહેતો મુસ્તાક મુજમ્મીલ આહમદ અને દમણ સ્કુલ પાડામાં રહેતો રૂબેલા અબ્બાસઅલી નામના ખેપીયાઓ દારૂના જથ્થા સાથે રંગેહાથ પકડાઈ ગયા હતા. પોલીસે દારૂના જથ્થા અંગે પુછપરછ કરતા કુણાલ દિલીપ ચૌટે નામના બુટલેગર પાસેથી દારૂનો જથ્થો લાવ્યા હતા અને માન દરવાજા ખાતે દિલીપનો દારૂનો જથ્થો ડિલીવરી કરવાના હતા. આ હકીકતના આધારે પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. ત્યારબાદ પીસીબીઍ ટેમ્પાની તલાશી લેતા પ્લાસ્ટિકના દાણા ભરેલી ગુણો વચ્ચે દારૂનો જથ્થો સંતાડીને દમણથી સુરત લાવ્યા હતા. પોલીસે રૂપિયા ૩.૯૯ લાખની ૨૬૮૨ નંગ દારૂની બોટલ કબજે કરી હતી. આ સાથે પ્લાસ્ટિકના દાણા ભરેલી ૪૧ ગુણો, ૨ ટેમ્પા, ત્રણ મોબાઇલ વગેરે મળી કુલ રૂપિયા ૯.૦૪ લાખની મતા જ કરી હતી. આ બનાવ સંદર્ભે પીસીબીઍ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી. ખટોદરા પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.